________________
પ્રાર્થના અને પુરુષાર્થ
[૧૮૩] સંતપુરુષના સમાગમમાં લઈ જઈને ઉપદેશામૃતનું પાન કરાવવાને બદલે મદિરા, માંસ અને મૈથુનના વિષભર્યા ખાડામાં ફેંકી શકે છે.
તાત્પર્ય કે પુણ્યથી પૈસે મળે પણ પુણ્ય એ પૈસે નથી. અહીં પૈસે જ પાપનું કારણ થઈ ગયા. ગણિતશાસ્ત્રની જેમ જ આ જીવનશાસ્ત્ર છે. લેકે ભ્રમમાં પડયા છે અને આ ભ્રમ ઠેઠ ધર્મસ્થાન સુધી આવી ગયા છે. જ્યાં જરાક પૈસે દેખાશે એટલે ધર્મોપદેશક પણ કહેશે કે તમારા જેવા ભાગ્યવાન કોણ?
જગત તે ભ્રમમાં છે, માયાએ તે માનવને ભ્રમમાં નાખ્યું હતું, જગતના એ ભ્રમ ઉપર સાધુઓએ તે પ્રમાણપત્ર આવ્યું.. હવે એ ભ્રમને ઉડાડશે કેણ? માણસની આ એક પ્રગાઢ નિદ્રા છે. એમાંથી માણસને પ્રબુદ્ધ કરશે કેણ?— જગાડનાર જ ઊંઘી જાય તે ! એટલે જ ધીમે ધીમે એ મૂછ વધતી જાય છે, પૈસા તરફની દેટ વધતી જાય છે; સંપત્તિની મમતા વધતી જાય છે અને સુબુદ્ધિ તરફ દુર્લક્ષ થતું જાય છે. '
સંપત્તિ આવી, ઠીક છે, બેટું નથી; એની સામે વિરોધ નથી અને એને વખોડવા જેવી પણ નથી. પણ સંપત્તિની સાથે સુબુદ્ધિ આવી કે નહિ એ મોટી વાત છે. - જ્યારે સંપત્તિ સુબુદ્ધિ સાથે આવે છે ત્યારે જ એ- લક્ષ્મી બને છે, જીવનને અજવાળે છે, તમારામાં એક
જાતની રાજશ્રી આવે છે. એ રાજશ્રી શું છે? આ માણસને જીવનમાં રસનું દર્શન થાય. એને લાગે કે
હું જીવન જીવી રહ્યો છું. એના શબ્દમાં મધુરતા હોય,