Book Title: Purnna Pagthare
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 179
________________ [૧૭૨] પૂણને પગથારે ભાઈના ખેતરમાં નાખી આવે છે. આવી રીતે બે ત્રણ દિવસ ચાલ્યું. ચોથી રાત્રિએ બને ભાઈઓ ભેગા થઈ ગયા. એકે પૂછ્યું “તું ક્યાં જાય છે?” બીજાએ પૂછ્યું “તું ક્યાં જાય છે?’ બનેના હાથમાં પૂળા. પેલે આને ત્યાં નાખવા જાય અને આ પિલાને ત્યાં નાખવા જાય ! આ વિદ્યા છે, આ કેળવણી છે. નાના મોટાને વિચાર, કરે, માટે નાનાને વિચાર કરે. આ એકબીજાને સમજવાની શકિત છે. આવી વિદ્યાથી સમાજનું દર્શન પ્રાપ્ત થાય છે. આવી વિદ્યા વિના કહો, સમાજ ઊ એ કેમ આવે? સમાજ સુખી અને સમૃદ્ધ પણ કેમ થાય? સમાજના દર્શન વિના એકલી આત્માની અને પરલોકની જ વાત કરીશું અને વ્યવહારમાં પ્રાણીમાત્ર પ્રત્યે સમભાવની વિચારણું નહિ આવે તે મને લાગે છે કે આપણે હવામાં ઊડ્યા કરીશું, જમીન ઉપર પગ પણ નહિ મૂકી શકીએ. જે માણસ જમીન ઉપર પગ મૂકી શકતા નથી એ કદાચ હવામાં ઊડી શકતો હશે પરંતુ સ્થિર નહિ હેય. હવામાં ઊડવાની પણ એક મર્યાદા છે. આખરે માણસને ધરતી ઉપર ચાલવાનું છે. અધ્યાત્મની, ધર્મની જાગૃતિ જે વ્યવહાર શુદ્ધિથી શરૂ ન થાય, બીજા માં રહેલા આત્માનું દર્શન કરીને એના પ્રત્યે સમભાવાત્મક બુદ્ધિથી જાગૃત ન થાય તે જે ધ્યેય તરફ પહોંચવાનું છે ત્યાં એ કદી પહોંચી નહિ શકે. માત્ર આપણા શબ્દોમાં મેક્ષ, વિચામાં નિર્વાણ અને કલ્પનામાં મુક્તિ રહી જશે; એની પ્રાપ્તિ તે આવા સમાજદર્શનથી જ થશે. શાશ્વત અને અશાશ્વતનાં મૂલ્યને વિવેક અને સર્વ

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210