________________
આપણું સંસ્કાર ધન
[૧૬] કે આ જ અમારું સાચું ધન છે. વિચાર કરવાને છે કે એ ધન શું હતું કે જે ધનને મેળવવા માટે પૈસાદારે પણ માતા કે આ ધન મળે તે જ અમે સાચા ધનપતિ.
મને એક પ્રસંગ યાદ આવે છે, અઢી હજાર વર્ષ પહેલાને આ પ્રસંગ છે. ભગવાન બુદ્ધ રાજનગરીમાં આવ્યા છે; એમને વંદન કરવા, એમના જ્ઞાનનું સુધાપાન કરવા કેટલાયે નરનારીએ ઉત્સાહભેર જઈ રહ્યાં છે. એ વખતે ગામને નગરશેઠ પણ જઈ રહ્યો છે. એણે વિચાર કર્યો?
ભગવાન બુદ્ધના દર્શને જાઉં છું. એમના ચરણે હું શું ધરીશ? એમની પાસેથી લઈને આવીશ પણ હું આપીશ શું? આપ્યા વિના કાંઈ મેળવી શકાતું નથી, ખાલી કર્યા વિના કાઈ ભરી શકાતું નથી.” અંદર જે ભરેલું હોય તે નવું તમે કેમ ભરી શકે? અંદર ભરેલું હોય એને કાઢો નાખે તે જ તમે નવું ઉમેરી શકે છે.
શિશિરઋતુ હોવાથી બધાં કમળ બળી ગયાં છે, સુકાઈ ગયાં છે, માત્ર એક જ કમળ રહી ગયું છે. આ કમળને સદાસ માળી વેચવા નીકળે છે. નગરશેઠ લેવાની વાત કરે છે: “કેટલા પૈસા?” સુદાસ એક સેનામહોર માગે છે. એટલામાં તે રાજપુત્ર આવે છે. એ કહે “હું તને પાંચ આપું.” બન્ને વચ્ચે હરીફાઈ ચાલે છે. સેનામહેરની હરીફાઈમાં બન્ને ઘણું આગળ વધી જાય છે.
સુદાસ આશ્ચર્યથી પૂછે છે: “આપ આ કમળનું શું કરવા માગે છે?” બન્ને કહે છે: “ભગવાન બુદ્ધના ચરણેમાં આ કમળ અમારે ધરવું છે.” સુદાસને વિચાર આવ્યો જેનાં ચરણમાં કમળ ધરવા માટે આ નગરશેઠ અને રાજપુત્ર હરીફાઈ કરે છે એ ચરણે કેટલાં પાવન હવા