________________
[૧૬૪]
પૂણના પગથારે આવા ધનથી ભારત સમૃદ્ધ હતું, પૈસાથી નહિ. પૈસાથી તે અમેરિકા આપણા કરતાં ઘણું સમૃદ્ધ છે. પણ ભારતવર્ષની સમૃદ્ધિ જુદી છે.
જે ધનવડે કરીને માણસ સુખી હોય, પ્રસન્ન હય, હૃદયને ઉદાત્ત હય, જ્ઞાનને ઉપાસક હય, જીવનને ધન્ય બનાવતા હોય અને મૃત્યુને મંગળમય બનાવતું હોય એ ધન આપણા દેશનું ધન, જેને હું આપણે વારસે કહું છું, આપણી મૂડી કહું છું.
પૈસે ચાલ્યા જાય તે પણ આ મૂડી ન જાય. માણસ પૈસાથી નાદાર થઈ જાય તે ચાલે પણ આ આધ્યાત્મિક સંસ્કૃતિથી કંગાલ થઈ જાય તે નહિ ચાલે. સંસ્કૃતિથી નિર્ધન અને કંગાલ ન બની જાય એ માટે મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવના શુભ પ્રસંગે આ સ્વાધ્યાયમાં એનું સ્મરણ તાજું કરવા માગું છું.
મહાવીર જૈન વિદ્યાલય” આખર તે એક વિદ્યા પ્રદાન કરનારી સંસ્થા છે. એ લૅજિંગ અને બેડિગ નથી કે ખવડાવ્યું, રાખ્યા અને રવાના કર્યા!
આ સંસ્થા સાથે મહાવીરનું પવિત્ર નામ જોડાયું છે. અઢી હજાર વર્ષ પહેલાંની ભવ્યતાનું સ્મરણ આ એક નાનકડું નામ કરાવે છે.
અઢી હજાર વર્ષ પહેલાં એ જમાને હતું, જેમાં બુદ્ધ અને મહાવીર વિચરતા હતા, જેમાં અહિંસા અને પ્રેમને પ્રસાર હતું, જેમાં અધ્યાત્મના પ્રકાશ માટે રાજાઓ રાજ્ય છોડીને, મંત્રી મંત્રીપદ છેડીને, શ્રેષ્ઠીઓ હવેલીઓ છેડીને સંતના ચરણમાં જઈ બેસતા. એમને લાગતું હતું