________________
[૧૩૬] •
પૂર્ણના પગથારે ન જાય અને શિયા સુન્ની પાસે ન જાય એમ આ શ્રદ્ધાને નામે એક સંપ્રદાય, એક પંથ અને એક વ્યક્તિને વળગી રહે પછી માણસની જીવન દષ્ટિમાં વિશાળતા અને પ્રકાશ આવે કેમ? સંકુચિતતા જીવનનું સત્યાનાશ વાળી નાખે છે. સાધના કરવાને આ એક જ ભવ છે. એમાં વિકાસહીન અને વિશાળતાહીન જીવન કેમ પાલવે ? સંપ્રદાયની તુરછતામાં
જીવન પૂરું થયું તે ન પૂરી શકાય તેવું નુકસાન પિતાના આત્માને જ થવાનું છે.
ચકવતીનાં સુખ ભોગવવા માટે બીજો ભવ મળે પણ ખરે, દેવલેકમાં તે તિર્યંચમાંથી પણ જવાર્ય છે પણ મુક્તિ પામવા તે સાધનસામગ્રીપૂર્ણ આ જ એક ઉત્તમ મનુષ્યજન્મ છે. બીજું એવું કેઈ સ્થાન નથી કે જ્યાંથી મેક્ષે જવાનું હેય. અનુત્તર વિમાનમાં ગયેલા કે જેને મોક્ષ બહુ નજીક છે તેવાઓને પણ સાધના કરવા માટે આ માનવજન્મમાં આવવું પડે છે!
આ માનવજન્મમાં આપણા વિકાસને વિચાર કરવાને બદલે આવી અજ્ઞાન શ્રદ્ધામાં જીવન પૂરું થઈ જાય તે આપણે જે મેળવવાનું છે, દષ્ટિ જે રીતે ખીલવવી છે અને આત્મઅવબોધ કરી સાધના દ્વારા આ એક જન્મમાં આપણે જે કામ કરી લેવાનું છે તે રહી જશે.
સાંજે લગ્ન હોય અને તમારે બધી જ તૈયારી કરવાની હોય તે તમે એ દિવસને ઉપયોગ કેવી રીતે કરે છે? એ વખતે મિત્ર આવીને કહે કે ચાલે, હૉટલમાં જઈને બે ચાર કલાક બેસીએ, ગપ્પાં મારીએ! તે તમે શું કહે ? તમે કહે કે “ભલા માણસ, સાંજે તે લગ્ન છે, આ કાંઈ