________________
[૧૫]
પૂર્ણના પગથારે આ મરણધમી ન બનવા માટે દેવ, ગુરુ અને ધર્મને ટેકે છે. એના સહારાથી હું શુદ્ધ બનું છું. દેવ, ગુરુ અને ધર્મ મારાં સાધન છે, સહાયક છે, ઉપકારી છે અને ઠેઠ મેક્ષ સુધી પહોંચાડવામાં પૂર્ણ મદદગાર છે. મદદગાર છે પણ મદદ લેનારે હું પિતે છું. મદદ લેનારમાં જેર નહિ હે તે મદદગાર તમને શું કરે ભાઈ?
પગથિયું છે પણ ચઢનારે જ જે તૈયાર ન હોય તે પગથિયું કેઈને ઉપર ધકેલતું નથી. આ ચઢનારને ઘણું ભૂલી ગયા અને પગથિયાં એમને યાદ રહી ગયાં. આ ગોટાળે નથી? આજે મોટા ભાગના માણસો પગથિયાંને જ યાદ કરે છે, ચઢનાર પ્રતિ લક્ષ્ય જ નહિ.
મારે કહેવાનું એ જ છે, કે સમ્યગ દર્શનને પ્રારંભ એટલે “ચઢનાર કેણ”ની સમજ; ચૈતન્યનું લક્ષ્ય આ લક્ષ્યને સતત લક્ષમાં રાખી દેવ, ગુરુ અને ધર્મની આરાધના કરે અને સ્વરૂપને પૂર્ણ અનુભવ કરે. .