________________
સમ્યગ્દર્શન
[૧૪] જરા શંકા આવી એટલે પૂછયું : “ભાઈ, તમે આ બધું કરે છે પણ તમને વાંચતાં તે બરાબર આવડે છે ને ? ” ગામડિયાએ કહ્યું : “મને જે વાંચતાં આવડતું હોત તો હું ચમ લેવા શું કરવા આવત ?”
ચમાથી વાંચતાં નથી આવડતું પણ વાંચતાં આવડતું હોય તે વાંચનમાં એ મદદકરે છે, એ વાંચતાં શીખવાડતા નથી.
જેમ પિલા ગમાર માણસે ચશમા ઊથલાવી ઊથલાવીને પેલાને હેરાન કરી મૂકે એમ આ જીવ પોતાનું અજ્ઞાન તપાસ્યા વિના સંસારમાં ગાળે દેતે ચાલ્યા જાય છે આ ખરાબ, તે ખરાબ. પણ વસ્તુ ખરાબ છે કે વૃત્તિ ખરાબ છે એનું સંશોધન એણે કદી કર્યું નથી.
જ્યાં સુધી વૃત્તિ સામે તમારી દ્રષ્ટિ ન જાય, વૃત્તિનું વિશ્લેષણ ન કરે ત્યાં સુધી જગતના પદાર્થોમાં સમભાવ અને તટસ્થતા આવવાં બહુ દુષ્કર છે.
મેં એવા ઘણાં માણસને જોયા છે. એ ધર્મમાં જોડાય, મંદિરમાં જાય ત્યારે ઘેલા ઘેલા થઈ જાય અને બહાર જાય એટલે જાણે ધર્મ સાથે કાંઈ લાગેવળગે જ નહિ. , જ્ઞાન અંદરનું હોય તે એક સરખે સમભાવ ટકી શકે. તમે જે કરે તેમાં સંવાદ લાવે. તમને ખ્યાલ રહે કે પ્રત્યેક પ્રવૃત્તિમાં મારો આત્મા છે, જે સમાધાન ચાહે છે. એવું તે ન જ બને કે તમે આખે ય દિવસ ઉપાશ્રયમાં કે દેરાસરમાં રહે. દિવસના ૨૨ કલાક તમારે દુનિયામાં કાઢવાના છે. તમે દુનિયામાં ઉપયેગવંત–જાગ્રત ન રહે. અને અહીં માત્ર બે કલાક માટે જ ઉપયોગવંત રહો તે