________________
જીવનનું દર્શન
[૧૧] મનમાં મમતાનું એક ખેંચાણ એવું પડ્યું છે કે એને કારણે એ પૂર્ણ રીતે જાગતા જ નથી. હા, કદીક એ જાગી જાય છે, કદીક કદીક એ સારા વિચારે પણ કરી નાખે છે પણ ફરીથી પેલું આવરણ આવીને એના ઉપર એવું બેસી જાય છે કે પાછો એ રાગદ્વેષના કીચડમાં ખેંચી જાય છે.
માણસના મન ઉપર મમતા એવું આવરણ લાવીને નાખે છે કે એકવાર જાગ્રત બનેલ આત્મા પણ પાછ ભુલભુલામણીમાં ફેકાઈ જાય છે. એવો ભુલભુલામણીમાં ફેંકાય કે એક વખત નિવૃત્ત થયેલા આત્માને પણ પાછું પ્રવૃત્તિનું જેતરું વળગી જાય છે અને એ પ્રવૃત્તિના જોતરામાં ખેંચાતે જાય છે. અને પછી તે એમાં એવો અટવાય છે કે પિતાને માટે એક કલાક કાઢો હેય તે પણ એ કાઢી ન શકે.
જ્ઞાનીઓ પૂછે છે: “આ માનવદેહ જેને દેવતાઓ નમન કરે છે, એવા માનવદેહને તું માત્ર આહાર, નિદ્રા, ભય અને મૈથુનમાં પૂરું કરી નાખીશ? આ માનવદેહ જે દેવદુર્લભ છે, એવા આ માનવદેહને માત્ર તું થોડું ધન ભેગું કરવામાં, ડાં મકાનને સંગ્રહ કરવામાં, શેડ પદવીઓ લેવામાં અને થોડીક વાહવાહ કહેવડાવવામાં સમાપ્ત કરીશ તે જીવનના સમગ્ર દુ:ખનો નાશ કરનાર અને પરમસુખની પ્રાપ્તિરૂપ મોક્ષને કયારે મેળવીશ?
આત્મદર્શન આ મૂળ વસ્તુની મહત્તા સમજાવે છે; રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર ભૌતિક વસ્તુઓ તરફ દષ્ટિ રાખે છે; જ્યારે આત્મશાસ્ત્ર પરમાર્થિક સત્યને લક્ષ્યમાં રાખે છે. અહીં જ આ ભેદરેખા દેખાય છે.