________________
[૧૨૪]
પૂર્ણના પગથારે જરૂર પડે ત્યારે કોઈની પાસે માગી લેતે. એક દિવસ સવારના એ ચાલ્યું જતું હતું. એને કકડીને ભૂખ લાગી. સામેથી એક માણસ આવતું હતું. એનું ખીસું બહુ મોટું હતું. એમાં ચણા ભરેલા હતા. આણે એની પાસે માગણી કરી. પેલાએ કહ્યું કે “મારી પાસે બીજુ તે કંઈ જ નથી, માત્ર ખીસામાં ચણે છે.” એણે હસીને કહ્યું, “ભાઈ ! ભૂખ્યાને બીજું શું જોઈએ?” એટલે એણે મૂઠી ભરીને ચણ આપ્યા. એ ચણું લઈને એની ઝૂંપડીમાં ગયે અને ખાવા બેઠે. જોયું તે એની અંદર એક ગીની આવી ગઈ હતી! આપનારના ખીસામાં ગીની હશે તે ભૂલથી ચણ ભેગી આવી ગઈ. ' એણે ચણ ખાધા અને ગીની કપડાના છેડામાં બાંધી રાખી મૂકી. એને રાતના સૂતાં સૂતાં વિચાર આવ્યા પેલા સજજને ચણ આપેલા, ગીની જાણીને તે નથી જ આપી. ભૂલથી ગીની આવી ગઈ છે. આ ગીની રાખી લઉં તે મહિનાઓ સુધી મારે ચણ નહિ માગવા પડે. પણ અંદરથી આત્મા કહે કે આ તે એક જાતની ચરી છે, અન્યાય છે એણે તને આપ્યું નથી છતાં તારે રાખી લેવું છે? ભલમનસાઈને આવો દુરુપયેગ!
આખી રાત એ અશાંતિમાં સૂતે સૂતે વિચાર કરતે રહ્યો. મને કહે કે રાખી લે, આત્મા કહે કે પાછી આપી દે મને કહે કે તારે મહિને સારે જશે, આત્મા કહે છે કે મહિને તારે બગડી જશે. મન કહે છે કે આટલે પૈસે વારંવાર તને ક્યાં મળવાનું છે? પણ આત્મા કહે છે કે આવા અન્યાયના પૈસાથી તું સુખી ક્યાં થવાને છે? આમ રાતભર ઘર્ષણ ચાલ્યા જ કર્યું !