________________
સમ્યગ્દર્શન
સમ્યગદર્શન અને મિથ્યાદર્શન એ કઈ સંપ્રદાયનાં નામ નથી અને એ એ કઈ પંથ નથી કે અમુક વ્યક્તિને માની લે એટલે સમ્યગદર્શન અને અમુકને નહિ માને એટલે મિથ્યાદર્શન. મિથ્યાદર્શન એ શબ્દ જ બતાવી આપે છે કે એ ખોટું દર્શન છે, એ ભ્રમવાળું દર્શન છે, એ મિથ્યાદર્શન છે. મિથ્યાત્વ મટી જાય અને સાચું દર્શન પ્રાપ્ત થાય એનું નામ સમ્યગ્દર્શન,
સમ્યગદર્શન એટલે શું? આ શરીરમાં એક એવું પ્રકાશમય તત્વ પડ્યું છે જે તત્ત્વ સાધના કરે તે ઊંચામાં ઊંચી ભૂમિકા પ્રાપ્ત કરી શકે અને પરમાત્મા બની શકે. દુનિયામાં જે મહાત્માઓ બન્યા, પ્રગતિશીલ સંતે બન્યા અને વિશ્વના કલ્યાણમાં જેમણે કાંઈક ફાળે આપે એવા પ્રકાશવંતા. શકિતશાળી માણસે આમાંથી જ બન્યા. પણ બન્યા ક્યારે? આત્માને વિકાસ કરતા ગયા ત્યારે. એ મહાત્મા બની ગયા તે હું મારા આત્માને એ શા માટે ' ન બનાવું? જે આત્મા બીજામાં છે એ જ આત્મા મારામાં પડેલે છે એ જાતનું જ્યારથી જ્ઞાન થાય, જ્યારથી એવી દષ્ટિ ઊઘડે, જ્યારથી આ આત્મતત્વની અનુભવમય અનુભૂતિ થાય ત્યારથી સમ્યગદર્શનને પ્રારંભ થાય છે. . એ સમ્યગદર્શન સ્થૂળ રીતે દુનિયામાં કેવી રીતે ઊતરે
[૧૨]