________________
[૧૨૮]
પૂર્ણના પગથારે સંસાર, ધીરે ધીરે સરક્તા જાઓ, સમય આવે એટલે કહે “આ નીકળે! ચાલે!” આને સમજીને સરકવાનું કહેવાય. ભલે તમે એકદમ ન સરકી શકે પણ સરકવાનું છે એ ભૂલશે નહિ.
ગાડી જ્યારે રીવર્સમાં લેવાની હોય ત્યારે ડ્રાઈવર કે. સાવધાન હોય છે! કારણકે એને ગાડી ગલીમાંથી બહાર કાઢવી છે.
એમ આ સંસારરૂપી સાંકડી ગલીમાં જો તમે ભરાઈ ગયા છે તે સમજીને સરકતા જવું. બીજો વિચાર તે જાણીને જીવવું. જેટલું જીવન જીવે એ જાણીને છે. જાણીને જાગ્રતિથી જીવવું એનું નામ જ જીવન; અને ત્રીજો વિચાર તે મમતાને મૂકી જીવનમુક્ત થવું એનું નામ જ મેક્ષ છે.
જીવનદર્શન કરવું હોય તેં આ ત્રણે ય વસ્તુને વિચારવી પડશે. સમજીને સરકાર, જાણીને જીવનાર અને મમતાને મૂકી મુક્ત બનનાર જ પરમસુખને પામી શાંતિમાં પ્રતિષ્ઠિત થાય છે.