________________
[૧૨૦]
પૂર્ણ ના પગથારે કાળના પ્રવાહ તા વડે જ જાય છે, કેલેન્ડરો બદલાતાં જાય . છે, લેાકા વગાંઠ ઊજવે છે. પણ ખરી રીતે તે ધૂંવાધારની નજીક આવતા જાય છે. ધીમે ધીમે પાતે તણાતા જાય છે પણ ઉપયાગ નથી. માણસ બીજાઓને મરતાં જુએ છે પણ ‘પેાતાના વિચાર નથી કરતા.
આ જ રીતે માણસે સમડીની જેમ આ મમતાના મડદામાં ચોંટી રહ્યા છે. એમ ન માનશે કે લેાકેા જાણતા નથી. બીજાને શિખામણ દેવા એસે તે એમ જ કહે કે હવે તમે છૂટી જાએ. પણુ પાતાના વારો આવે છે ત્યારે એ એમ કહે કે ભાઇ, મારી સ્થિતિ તા હું સમજું, કારણકે મારાં છેકરાંઓ, મારું કુટુબ, મારા ભાઇએ અને મે જે વળગાડ ઊભા કર્યાં છે એ બધુ એવુ વિકટ છે કે એમાંથી એકદમ છૂટવુ મુશ્કેલ છે.
માણસ જાગૃતિના પ્રભાતમાં પોતે પોતાની રીતે વિચાર નહિ કરે તેા એની સ્થિતિ એ થવાની જે સમડીની છેલ્લી ઘડીએ થઈ. કાળના પ્રવાહમાં માણસ તણાઇ જવાના. કાળના પ્રવાહ વાટ જોઈને ઊભા રહેતા નથી. અને એ વિચાર નથી આવતા કે આ માણુસને થોડું કામ બાકી રહી ગયું છે તે પૂરું કરે ત્યાં સુધી રોકાઈ જાઉં. કાળ તા ઝડપથી વહી જ રહ્યો છે.
હું કાકવાર મારા દીક્ષાના દિવસને યાદ કરું છું ત્યારે મને થાય છે કે એ દિવસેામાં જે જન્મ્યા હતા એ આજે યુવાન થઈ ગયા છે, જે યુવાન હતા તે વૃદ્ધ થઇ ગયા છે અને જે વૃદ્ધ હતા એ સ્વગે સિધાવી ગયા છે. કાળ માણસને કેવી રીતે માપી રહ્યો છે; કાળ વહી રહ્યો છે છતાં માણસના