________________
[૧૧૮]
પૂર્ણના પગથારે મને એક પ્રસંગ યાદ આવે છે. જબલપુર પાસે ધૂંવાધાર કરીને એક પાણીને ધેધ છે. એ ધેધમાં પાણી ખૂબ ઉપરથી પડે છે અને નીચે પથ્થરની મેટી મેટી જે શિલાઓ છે એના ઉપર પછડાય છે ત્યારે પાણીની એટલી બધી ઝીણું કણ થાય કે જાણે ધુમાડે હોય એવું દૂરથી, લાગે. એ દશ્ય બહુ જ મનહર છે. એ જોવા માટે લેકે દૂરદૂરથી આવે છે.
એક વાર યુરોપથી ત્રણ મિત્રે મોટા દૂરબીન સાથે આ જેવા આવ્યા હતા. એક ટેકરી ઉપર ચઢીને દૂરથી આવતા આ પાણીના પ્રવાહને એ જોઈ રહ્યા હતા. એ પાણીને પ્રવાહ આવે છે અને આવતે આવતે પેલી કિનાર ઉપર આવે, ત્યાંથી પછડાય અને ચૂરેચૂરા થઇ વિખરાય.
એમણે દૂરબીનથી જોયું તે માણસનું એક મડદું પાણીનો પ્રવાહ ઉપર તરતું તરતું આવી રહ્યું હતું. એ મડદુ પાણી પર હોવાથી ફુલાઈ ગયું હતું, અને એના ઉપર એક સમડી તાકી રહી હતી. સમડીને પ્રલેભન થયું. લાવ, હું આમાંથી ડું ખાઈ લઉં. એટલે અનંત આકાશમાં સ્વતંત્ર રીતે ઊડતી સમડી એ મડદાને ખાવા માટે એકદમ નીચે ઊતરી અને એ મડદા ઉપર બેસી ગઈ. - મડદું પાણીના પ્રવાહ ઉપર છે. પ્રવાહ જેરથી વહી રહ્યો છે તે મડદું પણ સ્થિર નથી. એ પણ પ્રવાહની સાથે તણાઈ રહ્યું છે. પણ મડદા પર બેઠેલ સમડીને બધું સ્થિર લાગે છે, કારણકે એનું ચિત્ત ખાવામાં મગ્ન છે.
એણે તે પિલા મડદામાં ચાંચ મારી અને એનું માંસ ખાવા મંડી પડી. મડદાની ગતિ ચાલુ છે ત્યાં સમડીને