________________
[૧૬]
પૂર્ણના પગથારે થઈ ગયા. બેઃ “મારા શિલ્પમાં ભૂલ? ક્યાં ભૂલ છે?” મૃત્યુદેવે એને સ્પર્શતાં કહ્યું: “આ જ ભૂલ છે. આ તારે અહંકાર એ જ તારી નિર્બળતા–ભૂલ. અને એ જ તારું મૃત્યુ! અહંકાર ન કર્યો હતો તે મૃત્યુ પણ તને સ્પર્શી ન શકત, મારામાં ભૂલ કણ કાઢી શકે? આ અહે માણસને પાડી દે છે.”
આ સંસ્થા છે. સંસ્થા એટલે અનેક વ્યકિતઓનું શુભ હેતુ માટેનું એક સ્થાને મિલન. એમાં કદીક મનદુઃખ પણ થાય. કાર્યકર છેટે નથી, કાર્યકરની ભાવના ખોટી નથી પણ કાર્ય કરતાં આ અહં આવી જાય. “હું” એ બહુ વાંકે છે. એને આકાર જ વક છે. - સેવા અને ચિંતનના અમૃતમાં આ અડું તું વિષબિન્દુ ન પડી જાય તે માટે સતત જાગ્રત રહેવાનું છે.
આજથી ત્રીસ વર્ષ પહેલાં મારે અહીંથી નીકળવાનું થયું હતું ત્યારે આ જગ્યા વિદેશી માલથી ભરેલી હતી. આજે એ જ જગ્યા દેશી માલથી અને ભારતીય ભાવથી ભરેલી છે.
આ જોતાં આપણને સહજ વિચાર આવે છે કે સેવાની ભાવના સ્થળનું કેવું રૂપાન્તર કરી નાખે છે?
જેમ આ સ્થળનું થયું તેમ આ દેહમાં વસતા આત્માનું પૂર્ણ રૂપાન્તર પૂર્ણ પરમાત્મામાં થઈ જાય એવી શુભેચ્છા.
(પૂ. મહારાજશ્રીએ ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં આપેલ પ્રવચનની નોંધ. તા.૧પ-પ-૬૭)