________________
[૧૧૦]
પૂણેના પગથારે તે, દુનિયાની આ બધી વસ્તુઓ આપણને બતાવે છે કે સંસારનાં આ વૈદકશાસ્ત્ર કહે, અર્થશાસ્ત્ર કહે કે પછી રાજ્યશાસ્ત્ર કહે–એ ગમે એવાં શકિતશાળી હેય, તે પણ એ મર્યાદિત સુખ આપી શકે, પૂર્ણ અને શાશ્વત નહિ જ.
અમર્યાદિત સુખ આપનાર, શાશ્વત સુખ આપનાર, જે સુખ આવ્યા પછી દુઃખને સંભવ જ ન હોય એવું સુખ આપનાર જગતમાં કઈ હોય તે એ આત્મદર્શન છે. આત્મદર્શન કેઇ દવે નથી કરતું, અને એ કઈ દહાડે બજારમાં આવીને એમ પણ નથી કહેતું કે મારા વિના તમને નહિ ચાલે. પણ તમે જે શોધ કરશો તે તમને અંતે ખબર પડશે કે એના વિના આપણને ચાલે એમ નથી. એ બેલતું નથી; અને એટલા જ માટે ધર્મની ભાષા એ મૌનની ભાષા છે; એ માનમાં જ બધું કહે છે, અને મૌનમાં જે એને અનુભવ થાય છે.
એટલા માટે ધર્મની બધી જ ક્રિયાઓ શાંતિપ્રધાન, યેગપ્રધાન, સંયમપ્રધાન, સમાધિપ્રધાન અને મૌનપ્રધાન છે. ધર્મક્રિયાઓમાં આ પાંચ વસ્તુઓ જેટલી આવતી જાય એટલું તમારામાં ઊંડાણ આવે અને આત્મદર્શનને તમને અનુભવ થતે જાય.
આત્મદર્શન–આત્મશાસ્ત્ર એ શાંતિપ્રધાન છે. આપણે જેવા એ માર્ગે ચાલીએ ત્યાં અંદરથી સંભળાયઃ ઠરી જાઓ. તમે કરશે ત્યારે જ તમારું જે છે તે તમને દેખાશે. ઠેરવાનું જે કઈ કહેતું હોય તે એક જ દર્શન કહે છે, અને તે આત્મદર્શન કહે છે. કારણ કે જ્યાં સુધી ઠરે નહિ ત્યાં સુધી પિતાની વસ્તુ પિતાને મળે નહિ. જ્યાં સુધી ચંચળતા