________________
[૯૮]
પૂર્ણના પગથારે પેદા થાય છે જેને માણસ આનંદપૂર્વક ખાય છે. અને માટી ભેજનમાં આપી હોય તે કઈ પણ ખાય? નહિ ખાય. પણ એ જ માટીમાંથી બીલેલાં સુરભિવાળાં ફૂલે થાય છે જેને લોકે પિતાના ઘરના મુખ્ય ખંડમાં શભા માટે ફૂલદાનીમાં ગોઠવે છે.
જેમ માટીમાંથી ફૂલ થાય અને ખાતરમાંથી અનાજ થાય છે તેવી જ રીતે આ દેહમાં રહેલા આત્મામાંથી પરમાત્મા થાય. તેને ઉપયોગ કરતાં આવડે જોઈએ. એમનું એમ ખાતર મૂકી દે તે કાંઈ પણ ન થાય; એમની એમ માટી મૂકી દે તે પણ કાંઈ ન થાય; એને તૈયાર કરીને એનામાં બીજ વાવવામાં આવે તે એમાંથી ફૂલ પણ થાય, અનાજ પણ થાય.
એમ, હે રાજન! માણસના વિકારે, માણસની વૃત્તિઓ, માણસના અવશે એ ખાતર જેવા છે. એનું ઊર્ધ્વીકરણ થાય તે એ વિકાસમાં પરિણમી જાય, એનાથી પરમાત્માસ્વરૂપની પ્રાપ્તિ થાય.”
અને એ વાત તે માનવી જ પડે છે કે તમારામાં રહેલા વિકારે, તમારામાં રહેલી વૃત્તિઓ, તમારામાં રહેલા આવેશે ઊર્ધ્વીકરણ માગે છે એમ બને તે એ જ તમારી સાધનાનું સાધન બની જાય છે. જે તમને સામાન્ય ભૂમિકામાં રાખે છે અને પશુની સામાન્યતામાં મૂકી દે છે એનું જ તમે Sublimation કરે. નિર્માલ્ય માણસે કઈ ઠેકાણે કોઈ જ કરી શકતા નથી. તાકાત તે જોઈએ જ, પણ એટલે ફેર કે જે તાકાત અને આવેગ દુનિયાની વાતમાં કામ લાગવાનાં હતાં એને તમે હવે અધ્યાત્મમાં ફેરવી નાંખે છે. જે વૃત્તિએનું ખાતર કેહવાઈને ગંધ મારવાનું હતું એ જ ખાતરમાંથી સુંદર સુગંધી ફૂલે પેદા કરે છે અને ધૂળમાંથી ફૂલ અને પાક ઉતારે છે.