________________
પૂર્ણના પગથારે આત્મા માટે શ્રદ્ધા થવી એ સમ્યગદર્શન છે, આત્માને જાણ એ જ્ઞાન અને આત્માને કર્મથી જ પાડે એનું નામ ચારિત્ર્ય. | મારા આત્માને લપેટીને બાંધેલું તત્ત્વ કર્મ છે. એ કર્મની નિર્જરા એ જ આત્માની નિર્મળતા. આ જ અનુભવ અપૂર્વ છે.
કપડું ગંદુ હોય અને એને ઈસ્ત્રી કરે તે સારું ન લાગે, પણ મેલ કાઢી, સ્વરછ કરી ઇસ્ત્રી કરે તે કેવો રંગ આવે? તેમ નિર્જરા પછી થતી નિર્મળતા પણ એક સૌદર્ય બની જાય છે.
કણાદ નામના એક સાધુ હતા. પિતાના દેહને નભાવવા કણકણને એ વીણી ખાતા એટલે એમને લેકે કણાદ કહેતા. એ સદા પોતાના સ્વાધ્યાય અને સાધનામાં મગ્ન અને મસ્ત રહેતા. લેકે વાત કરતા કે એમની પાસે સુવર્ણ સિદ્ધિ છે. આ વાત ઊડતી ઊડતી રાજાના કાન સુધી પહોંચી. રાજાને થયું આ સિદ્ધિનો લાભ ઉઠાવું. એ ફળફૂલ, ઉત્તમ ભેજન લઈ ત્યાં પહોંચ્યા અને એમના ચરણે ધર્યા. પણ કણદ પિતાના કાર્યમાં એવા મગ્ન હતા કે એ વસ્તુઓની સામે પણ એમણે ન જોયું. એટલે રાજા ચિડાઈ ગયા. જતાં જતાં મનમાં કહે : “છે તે ભિખારી પણ મગરૂબી કેટલી છે !”
મંત્રીએ સાચી સલાહ આપી. “રાજન ! મગરૂબી કેમ ન હોય? એ સિદ્ધિના સ્વામી છે! એમની ઉપેક્ષા કરવા કરતાં એમને ભકિતથી પ્રસન્ન કરે અને ભકિત ધનથી નહિ તનથી થાય; પૈસાથી નહિ, પ્રેમથી થાય. એ પ્રસન્ન થાય અને હૈયાની દાબડી ખોલે તે તમારું કામ થઈ જાય.”