________________
[૨૦]
પૂર્ણના પગથારે એના ઉપર ઉપકાર છે. એ અલંકારથી કદાચ બાહ્ય શોભા વધતી હશે, પણ અંદર તે દીનતા વધી જાય છે, બહારથી લકે કદાચ વાહવાહના શબ્દો કહી દેતા હશે, પણ માણસ અંદરથી પામર બની જાય છે, અને અંદરનું જે તેજ છે, જે સ્વત્વ છે, એ ધીમે ધીમે નષ્ટ થઈ જાય છે.
એટલે પરપાધિનું દુઃખ એ છે કે એનાથી માણસ દેખાય સારે પણ અંદરથી નબળ બની જાય છે. આથી એની સરખામણી સેજાની સાથે કરવામાં આવી છે. બિમાર આદમીને સોજા આવ્યા હોય ત્યારે એ ઘણે સરસ અને જાડે લાગે, મોઢું ફૂલેલું લાગે, એની આંખનાં પિપચાં ભરાયેલાં લાગે અને આપણને લાગે કે આ વ્યક્તિ કેટલી તંદુરસ્ત અને મસ્ત બની ગઈ છે ! પણ એ તે સજા છે, એ કમતાકાતની નિશાની છે, અંદરની નિર્બળતાની નિશાની છે.
સોજાવાળો માણસ સરસ દેખાય પણ સ્વસ્થ નહિ. અને સરસમાં અને સ્વસ્થમાં આટલે ફૅર છે. પપાધિ છે એ સરસ છે, પણ સ્વસ્થ નથી, મહાપુરુષે કહે છે “તું સ્વસ્થ બની જા, તું સ્વસ્થ હઈશ તે સરસતા આવી જ જશે.” સ્વાથ્ય વગર કોઈ બિમાર માણસ સુંદર વસ્ત્ર પરિધાન કરે, સારા અલંકાર ધારણ કરે, સુવાસિત પદાર્થોને. ઉપયોગ કરે, પણ એ જ્યાં સુધી અંદરથી બિમાર છે ત્યાં સુધી એના મુખ પર તિ, મનમાં ઉત્સાહ અને અંગેઅંગમાં શકિત પ્રગટવી જોઈએ તે નહિ પ્રગટે.
તમે જાણે જ છે કે ટ્રેઈનનાં એંજિનમાં વરાળ હોય છે, જે હજાર ટન બેજાને તાણી જાય છે. એ વરાળ એમની એમ નીકળી જાય છે તે ગાડી વચ્ચે જ અટકી જાય છે. ફરી પાણી ભરવું પડે છે, સ્ટીમ તૈયાર કરવી પડે છે