________________
પરિસંવાદ
[૬૧] કેળના થંભ ઉપરથી એક પડ કાઢે તે અંદરથી કમળ પડ નીકળે છે તેમ પરિસંવાદમાં અંદરથી સૂમ ઉત્તર મળે છે.
માનવી પિતાના સ્વરૂપને વિચાર કરે તે જ એને જ્ઞાન અને ભાન થાય, જેને જ્ઞાન અને ભાન નથી તે સામાન્ય જીવન જીવે છે, જે જીવન વિનાનું જીવન છે.
વકતૃત્વકલાના વર્ગ આગળ એક પ્રસિદ્ધ વકતાએ અસરકારક વકતૃત્વ કેમ કરવું તેના નિયમે સમજાવતાં કહ્યું: તમે જે વિષય પર પ્રવચન કરતા હો તેને અનુરૂપ અભિનય અને ભાવ એ બહુ મહત્વની વસ્તુ છે. દાખલા તરીકે તમે સ્વર્ગને સુખનું વર્ણન કરતાં હો ત્યારે તમારે ચહેરે દેદિપ્યમાન હેવો જોઈએ અને તે સ્વર્ગીય સુખની સુરખીથી ચમક જોઈએ, તમારા નયનમાં પ્રસન્નતાની જ્યોત હેવી જોઈએ, પણ તમારે જ્યારે નરકનું વર્ણન કરવાને સમય આવે ત્યારે તે રેજના આ ચાલુ ચહેરાથી ય કામ ચાલી શકશે !” આ વાક્ય સામાન્ય છે પણ એમાં કે કટાક્ષ છે.
લેકે એવું જીવન જીવી રહ્યા છે કે એ લેકેને નરકનું વર્ણન કરવા નો ભાવ લાવવાની જરૂર નથી. માણસના જીવનને વર્તમાનકાળ નિરાશામય છે. સંપત્તિવાળો પણ આનંદની સુરખી લઈને નથી આવતા. માણસ વાત કરતે હેય કે વાચન કરતે હોય પણ અંદરથી જે સહજ આનંદની સુરખી, જે સહજ પ્રસન્નતા આવવી જોઈએ તે કેમ નથી આવતી? શું સાધનને અભાવે છે? સાધનોવાળા પણ ચિત્તની સહજ અવસ્થાને અનુભવ નથી કરી શકતા, કારણ કે માણસના જીવનમાં આત્મજ્ઞાનને અભાવ છે, અને તેથી જાણે એ મૃત જીવન જીવે છે, જીવનમાં જ મૃત્યુનો અનુભવ
-
5