________________
[૨]
પૂર્ણ ના પગથારે
જેમ પતંગ દોરાથી બધાયેલા છે. એમ આ. જીવ મમતાથી બંધાયેલા છે. ગમે ત્યાં જાય પણ મમતાના દ્વારા એને પાછે નીચે લઇ આવે.
દુઃખ મમતાના ખૂણામાં છે,
ચક્રવતીઓએ જ્યારે રાજ્ય ડી ચારિત્ર્ય લીધુ હશે . ત્યારે ચારિત્ર્યમાં એમને કેવી મીઠાશ દેખાણી હશે ?
છોડવામાં મર્દાનગી છે. ભેગુ કરવાનું કામ તા ભિખારીએ પણ કરે છે. પેાતાના શ્રમથી મેળવેલુ છેાડવામાં ચક્રવતીનું દિલ જોઈએ.
જે છેડી શકે છે એની મહત્તા મોટી છે. ચક્રવર્તીને લાગ્યું કે દુ:ખ મમતામાં છે. જેટલી મમતા એટલાં દુઃખ. કાઇ દુ:ખી હોય કે સુખી તેના પ્રત્યે અને એટલી શુભ ભાવના રાખવી, મમતા નહિ. શુભ ભાવનામાં સર્વ નુ ભર્યું થાએ એવી ભાવના હાય. મમતામાં ચિંતા ઊભી થાય છે, દુ:ખ ખીજાતુ અને ઉપાધિ તમારી. ઉપાધિ કેમ આવી? મમત્વ પડેલું છે એટલે.
ચક્રવર્તી છોડે ત્યારે ભાગાને તણખલુ જાણી છેડે, જે દુઃખ આપે, મગજમાં ઉપાધિ ઊભી કરે એ નકામું છે એમ જાણી છેાડી દે છે.
જે વસ્તુ છેડવા બેઠા તેની કિંમત મગજમાં હાય તા ન છોડાય. જે છેડે તેની કિંમત ઓછી લાગે અને જેને માટે છેડા તેની કિંમત વધારે લાગે તેા છેડી શકેા; નહિતર જીવ છૂટે નહિ, છૂટી જાય તો પાછળથી બળતરા થાય. છ ખંડનું રાજ્ય તણખલા જેવું ગણી છેડયું અને સમતાનુ