________________
[22]
પૂર્ણના પગથારે કુદાકુદ કરવાથી તે વધારે ગૂંચ પડે. એ વખતે તે બેસીને શાંતિથી ગૂંચ ખેલવાથી જ એ ઊકલે.
' એમ આપણા કર્મના લીધે ગુંચ પડી જાય તે વખતે શાંતિ અને સમાધાન રાખવાને બદલે, ધ્યાન, મૌન અને સ્વાધ્યાય કરવાને બદલે ધાંધલ-ધમાલ કરીએ તે એને ઉકેલ કેમ થાય? ભલે બધું ય પ્રતિકૂળ થાય પણ તું અનુકૂળ બની શકે તે બધું જ સરળ બની જાય.
એક ઋષિની ચામડી ઉતારવા જલ્લાદ આવ્યા તે ઋષિ કહે કે, તું કહે તેમ હું ઊભે રહું જેથી ચામડી ઉતારતાં તને ક્યાંય વાગી જાય નહિ. આનું નામ જ પ્રતિકૂળને અનુકૂળ.
પ્રતિકૂળતા વખતે દુઃખમાં દુઃખ વડે વધારે કરે, આર્તધ્યાનમાં દિવસ પૂરે કરે એના કરતાં કહે કે આ દિવસ પણ પૂરે થઈ જશે. વાદળ ખસતાં પ્રકાશ પાછો આવવાને જ છે.
આ વિચાર કોને આવે? જે પરિસંવાદ કરે છે તેને આવે. એ પિતાને જ પૂછે કે શું આ નિમિત્તામાં એટલી તાકાત છે કે તને દુ:ખ આપી શકે? દુઃખ તેને કેણ દે છે? નિમિત્તે નહિ, તારા પૂર્વજન્મનું દેવું દુઃખ દે છે.
સાધુને સહ વંદન કરે પણ રસ્તામાં ગાડે મળે તે ગાળ દે. ત્યારે સાધુ શું વિચાર કરે? એણે ગાળ કેમ દીધી, તુંકારે કેમ દીધો? એમ નહિ વિચારે પણ વિચારશે કે ગાંડે છે, એને કર્મને ઉદય છે. મારે એના નિમિત્તે આવું સાંભળવાને ઉદય છે. તે જીવ તું સાંભળી લે. એક કર્મ બાંધે છે, બીજે સમતા રાખે છે.