________________
પરિસંવાદ
[૮] - ભગવાન પાર્શ્વનાથને ધરણેન્દ્ર પૂજે છે અને સામાન્ય કમઠ હેરાન કરે છે. આ
એક ઉપાસના કરે છે, બીજે ઉપહાસ કરે છે. એ બેની વચ્ચે સમતા રાખવી, તુલ્ય મનોવૃત્તિ રાખવી એ જ તે વિચારણાની મઝા છે. - આ સમજણ જેટલી જેટલી જીવનમાં આવતી જાય, તેટલા તેટલા જન્મ સુધરતા જાય. દેવું પૂરું થઈ જતાં લેણિયાત નહિ આવે. - જીવે બેસીને શાંતિથી વિચાર કરવાને છે કે કર્મો બાંધ્યા છે એનું પરિણામ પુણ્ય અને પાપ છે. એમાં સમતુલા રાખવા માટે સદા જાગ્રત રહેવું જોઈએ.
વીતરાગ પાસે ચકવતીને ન હોય એવી રિદ્ધિસિદ્ધિ હોય છે અને એની પાસે ન હોય એવી ત્યાગવૃત્તિ છે. આ બેનું સંમિશ્રણ વીતરાગમાં જોવા મળે છે. તે - આજે તમારી શ્રીમંતાઈ તમને દેવ, ગુરુ અને ધર્મની નજીક લાવવાને બદલે આઘા તે લઈ નથી જતીને? ખરી શ્રીમંતાઈ કઈ? જેમ જેમ ધન આવે, જેમ જેમ સગવડતા મળે તેમ તેમ દેવ, ગુરુ અને ધર્મની નજીક લઈ જાય તે જ સાચી શ્રીમંતાઈ.
એ વૈભવ શું કામને કે જે વૈભવ આપણને આત્માથી દૂર લઈ જાય ?
પુણ્ય અને પાપને ઉદય એ પૂર્વજન્મમાં કે આ જન્મમાં કરેલાં શુભ કે અશુભ કૃત્યેનાં પરિણામે મળે છે.