________________
પરિસંવાદ
[૧૯] આ કાચમાં આંખ, નાક, કાન વગેરે દેખાય, કાળે છે કે ધૂળે છે એ બધું દેખાય પણ બીજું કંઈ દેખાય છે? કહે કે, ગમાર ! આ તે તારે રંગ છે. તું કે છે એ કહેને? તું તે રંગ વગરને છે. - આત્મા નિરંજન છે, રંગ રહિત છે, કાળો, ધૂળે, પળે એ બધા રંગ દેહના છે. એ રંગની પાછળ નિરંજન બેઠેલે છે. રંગની મહત્તા નિરંજનને લીધે છે. એ નિરંજન નીકળી ગયા પછી ગમે તેવી સૌંદર્યવતી આકૃતિ હોય પણ તેની કશી કિંમત નથી. રંગ વગરનાને આ રંગ છે!
જે લેકે આ શરીરને સલામ ભરતા હોય, આ શરીરને સૂવા માટેની પથારીની પણ કાળજી કરતા હોય એ જ સ્વજને આ નિરંજન નીકળી જતાં આ શરીરને લાકડામાં મૂકતાં વાર નહિ લગાડે.
આ વાત કાચમાં મેટું જેમાં વિચારી શકે તે ધર્મનું પહેલું પગથિયું ચડ્યા છે એમ સમજજે. ધર્મ શું છે? મંદિર ગયા, સામાયિક કર્યું એ જ શું ધર્મ છે? એ બધું છે, પણ તેને માટે છે? મૂળ વરરાજા કેરું? લેકે જાનને જમાડતા નથી પણ જાનની વચ્ચે બેસનારા વરરાજાના સગપણે જાનૈયાઓનું સગપણ ઊભું થયું છે. . આપણી બધી પ્રવૃત્તિઓ, સંબંધ, નામ, સ્થાન કેને લીધે છે? આપણને દેખાય છે તે દેખાય છે પણ દેખાવું જોઈએ તે નથી દેખાતું. શરીર દેખાય છે પણ અરૂપી આમા દેખાતું નથી. જે દેખાતું નથી તે જ્યારે દેખાય તેનું નામ સમ્યકત્વ. જે દેખાતું નથી તેના ઉપર આ બધું દેખાતું ઊભું છે.