________________
પરિસ વાદ
[૫]
નામ માયા. મૃત્યુ એ દેહ માટે એક હકીકત છે. દેહ મરવાના છે, હું મરવાના નથી. હુ ં તેા કયાંક જઈ ને રહેવાના છું.
આપણા સ્વાધ્યાયમાં આવતા એક ભાઇએ હમણાં પિતાનું છત્ર ગુમાવ્યું. એ ભાઇ મને મળવા આવ્યા ત્યારે એમણે એક પ્રશ્ન કર્યાં, “મને સમજાતું નથી કે માણસ મરવાના છે એમ જાણવા છતાં હું મરવાના જ નથી એમ સમજીને ચાવીસે કલાક પ્રવૃત્તિ શા માટે કરે છે? મે પિતાને ગુમાવ્યા, થાડા વખત પહેલાં માને ગુમાવ્યાં. તેમ છતાં પણ આ શોકના આંચકા માત્ર ઘડીભર લાગી ગયા. જેમ ઘેાડા ચણા ખાતે હાય અને વચમાં કાંકરો આવે તે ખાતાં ખાતાં એકદમ માતું ઊંચું કરે, જરા ઘડીભર અટકી જાય, પણ પાછો એ કાંકરેા પેટમાં ઊતરી જાય એટલે એ ચણાને તબિયતથી ચાવતા જ હેાય છે. એવી આ સંસારીએની અવસ્થા છે. જ્યારે કાઇક બનાવ બને, કાઇકનું મૃત્યુ આવે ત્યારે ઘડીભર વૈરાગ્યનો રંગ લાગી જાય છે, જેમ ચણામાં પેલા કાંકરા આવે તેમ, પણ પાઠે એ કાંકરા આગળ ધકેલાઈ જતાં માણસ હતા તેવા ને તેવા કેમ થઇ જાય છે?તા આવું કેમ બને છે? પિતા ગયા છે એટલે મૃત્યુના વિચાર આવે છે પણ પંદર દિવસ વીતી ગયા તા ધીમે ધીમે એ મૃત્યુના શાક આછા થતા ગયા. જે દહાડે પિતાજી મરી ગયા ત્યારે એમ થઇ ગયું કે અમારે પણ જવાનુ છે; તા આ બધું શા માટે ? એ દિવસે એટલે વૈરાગ્ય આવ્યે પણ ૫દર દિવસમાં એ વૈરાગ્ય એછે કેમ થઇ ગયા? અને મને લાગે છે કે બેચાર મહિનામાં તે મૃત્યુને વિચાર પણ ભુલાઈ જશે. તે! મારે જાણવું છે કે માણસ મરે છે, મરતાંને જુએ છે, મરેલાને વળાવે છે, ખાળે છે, દાટે છે, દફનાવે છે અને એનુ શ્રાદ્ધ પણ કરે છે અને તેમ છતાં પણ પોતે એમ કેમ નથી