________________
[૮]
પૂર્ણ ના પગથારે
એટલે આ સસાર ચીલી પ્રદેશ જેવા છે. કઈ ઘડીએ · કા બનાવ બની જાય એની ખબર નથી.
તા આ આત્મારૂપી રહેવાસીએ શું કરવું? ચીલીના માણસા એ કામ કરે છેઃ પાયા ઊંડા નહિ અને દીવાલ તોતિંગ નહિ, એમ આ સંસારમાં આપણે પણ રાગદ્વેષના પાયા ઊંડા નહિ નાખવા અને મેહની દીવાલેા ઊંચી નહિ ચણવી. આ બે વસ્તુ બહુ સાવધાનીથી કરવાની છે. લોકોએ પાયા બહુ ઊંડા નાખ્યા છે. મારા-તારાના ઝઘડા ઊભા કર્યાં. પહેલાં તા ઝઘડા જર, જમીન અને જોરુ માટે કરા. હવે તા ભાષાને માટે, પથને માટે, સપ્રદાયને માટે, એમ જ્યાં જોવા જાઓ ત્યાં ઝઘડા થવા લાગ્યા છે. જે તરવાનું સાધન છે, જેનામાંથી કલ્યાણ થવાનુ છે, જે કરવાથી આપણા આત્માના રાગદ્વેષ ઓછા થવાના છે એના નામે જ ઝઘડા ! અમૃતને જ ઝેર બનાવવુ' છે!
આ
જાણી માનવીએ એટલું તો સાવધાન રહેવુ જ જોઇએ કે મારા પાયા ઊંડા ન નખાય કેાઈની સાથે તીવ્ર મનદુ:ખ ન થાય. ઘડીભર કદી મનદુઃખ થઈગયું. તેા સાંજ થાય તે પહેલાં તા એના ચાપડા ચાખ્ખા. શી ખબર આવતી કાલનુ પ્રભાત જોવાના વારો આવશેકે નહિ આવે ? કદાચ તમને જોવાના વારો આવે અને મને જોવાના વારા ન આવે આપણા એમાંથી એક જો દુનિયામાંથી ચાલ્યા જાય અને આપણે ચાપડ ચાખ્ખા કર્યા વિના એમ ને એમ ચાલ્યા જઈએ તેા ખીજા જન્મમાં આપણે દેવુ' દેવા જવું પડે.
આ જ્ઞાનદશા આવે, આ અપરીક્ષાનુભવ થાય તો આ કાયા, આ શરીર, આ ધન, જે બીજાને માટે જગતમાં.