________________
પ્રાણી મૈત્રી દિન
[૫] - ભય અને હિંસા પરિગ્રહમાંથી જન્મ લે છે. આપણે જે અભય થવું હોય કે અહિંસક થવું હોય તે આપણે અપરિગ્રહી બનવા માટે પહેલે પ્રયત્ન કરે પડશે. * બિહારના માનવીઓ અને પશુધન માટે તમે “કાંઈક” કરે છે એ વિચારે તમારી ભાવના પુલકિત થશે. તમને દાન કરવાની આ તક મળી છે એની પાછળ ભાવના કામ કરે છે. માનવતા પ્રબુદ્ધ થાય તે દેશમાં દારિદ્રય રહે ખરું? પ્રબુદ્ધ થયેલી માનવતા એક કે બીજી રીતે ઘણું કામ કરી શકે. એક રીતે નહિ પણ હજાર રીતે મદદ કરી શકાય. કેઈ કપડાંથી કરી શકે, કેઈ અનાજ આપીને કરી શકે, કઈ પૈસા આપીને કરી શકે, કેઈ બિહાર જઈને કરી શકે અને કેઈ બિહારની એ સુષુપ્ત પ્રજાને જાગ્રત કરીને પણ સેવા કરી શકે.
હું જ્યારે પંચમહાલ જિલ્લામાં વિહાર કરતે હતે ત્યારે માર્ગમાં મને એક બહારવટિયો મળે, જે ઘણાનાં ખૂન કરી ચૂક્યો હતે, ઘણાને મારી ચૂક્યો હતો. અમારે, ત્યાંના એ પહાડોમાંથી થઈને નીકળવાનું થયું. ત્યાં એ બહારવટિયાની ઝુંપડી આગળ જ અમારે મુકામ કરવાને વારે આવ્યું. સાંજે ફરતે ફરતે એ મારી પાસે આવી ચો. એ આવ્યા, થેડી ભાંગીતૂટી વાતે થઈ. વાત કરતાં કરતાં એની સાથે એક કૂતરે હવે તેને એ પ્રેમથી રમાડતા હતે, એને હાથ ફેરવતું હતું. આ દશ્યમાં મને જીવનનું એક નવું દર્શન સાંપડ્યુંઃ ક્રમાં પૂર આદમીમાં પણ પ્રેમ ! માણસેને મારનાર, ગોળીઓ ચલાવનાર અને નિર્દય રીતે તલવાર વીંગનાર આદમી પણ કૂતરા પ્રત્યે પ્રેમ બતાવી રહ્યો હતે. એટલે મને લાગ્યું કે માનવીના એક ખૂણામાં ઊંડે ઊંડે