________________
પૂણની પ્યાસ
[૩૩] કરાવે છે. અને જ્યારે આ શક્તિનું તમને દર્શન થઈ જાય છે ત્યારે તમે જ રાજકુમાર છે. માત્ર તમે જાણી લે. જે ઘડીએ જાણી લે તે ઘડીથી હુકમ કરવા માંડે છે. પછી તમારી ચેરવૃત્તિઓ નીકળી જાય છે.
મિત્ર, અત્યારે તમારી જે પૂર્ણતા છે એ તે માગી લાવેલાં ઘરેણ જેવી છે. પણ અંદરની પૂર્ણતા, સહજ આત્મસ્વરૂપનું જ્ઞાન, એ જાતિવંત રત્ન સમાન છે. જાતિવંત રત્નમાં રહેલી વિભા, એનાં કિરણો, એને પ્રકાશ, એનું તેજ એ ઉછીની લાવેલ ભાડૂતી વસ્તુ નથી. રત્નના કટકા કરે પણ એના અંશેઅંશમાં તેજથી ચમકતાં કિરણો પુરાયમાન થઈ રહ્યા છે. એમ આપણા આત્માના પ્રદેશ પ્રદેશમાં પૂર્ણ આનન્દની એ જ શકિત ભરેલી છે જે પરમાત્મામાં છે. આ શક્તિનું દર્શન કરવું એ જ જીવનને હેતુ છે.
તે આ માટે મનને તૈયાર કરવું પડશે. આ મન જે નિર્બળ બની ગયું તે ગાડીને તાણવાને બદલે ગાડી અધવચ્ચે જ ઊભી રહી જશે અને આ એન્જિનને ખેંચવા માટે બીજુ અંજિન લાવવું પડશે. જે જિન ભાર ખેંચી શકે છે એ વરાળથી સમૃદ્ધ છે, જે એંજિન ઠંડું પડ્યું છે એની વરાળ નીકળી ગઈ છે. '
બાવીસ વર્ષ પહેલાંની આ વાત છે. અમારું ચાતુર્માસ ત્યારે ઘાટકોપરમાં હતું. એક ડૉકટર મારી પાસે સ્વાધ્યાય માટે આવતા. એ ગાંડાની હોસ્પિટલમાં કામ કરતા હતા. મને કહેઃ “એક વખત તમે ગાંડાની હોસ્પિટલ જેવા આવે.” મેં કહ્યું: “અહીં આપણી આસપાસ દુનિયામાં બધું એ જ છે ને? તે કહે, “ના, આના કરતાં એ જુદી જાતના છે. અહીં જે લેકે મનમાં આવે તેમ સાચેસાચું નથી કરી