________________
પ્રાણી મૈત્રી દિન
नत्वहम् कामये राज्यम् ना स्वर्गम् नापुनर्भवम् । कामये दुःख तप्तानाम् प्राणीनाम् आतिमोवनम् ॥ હું જ્યારે નાનો હતો ત્યારે એક સાધુ પાસે જતા. એ સાધુ પ્રવચનકાર તે નહેતા પણ જીવનને દષ્ટાંત અને આદર્શોથી બતાવનાર ઓછાલા સાધુ હતા. એક દિવસની વાત છે. એક દિવસ તેઓ મને સાથે લઈ નીકળ્યા અને કહ્યું કે એક રૂપિયે લઈ આવ. હું દુકાનેથી મારા પિતાજી પાસેથી રૂપિયે લઈ આવ્યું. સાધુએ રસ્તામાં ચાલતાં કહ્યું કે એક રૂપિયાની પીપરમીટ લઈ લે. મને થયું કે આ સાધુને પીપરમીટ ખાવાનું મન ક્યાંથી થયું ? નાના બાળકને તે થાય, પણ સાધુને ક્યાંથી મન થયું ? પણ હું એને પ્રેમી હતે. હું એ રૂપિયાની પીપરમીટ લઈ આવ્યા અને એમને આપી. અમે સાથે નીકળ્યા. એક બગીચામાં નાનાં નાનાં બાળકે સાથે માતાઓ આવતી હતી. પેલા સાધુ દરેક બાળકને બોલાવીને પીપરમીટ આપતા અને પ્યાર કરતા. આ જોઈ એની માતાઓ ખુશ થઈ જતી અને સાધુને પ્રણામ કરીને આગળ વધતી. એમ કરતાં રૂપિયાની પીપરમીટ પૂરી થઈ ગઈ. 1
ત્યાંથી ઊઠતાં સાધુએ મને કહ્યું : “જોયું?” મેં કહ્યું, શું ?” “તું સમજે નહિ?” “ના, હું નથી સમજો. [૫૦]