________________
પૂણેના પગથારે ચંડાળ કુળમાં જન્મેલા હતા, ભગવાને તેમને પિતાના શિષ્ય બનાવ્યા.
આજે આપણે હરિજન ઉદ્ધારની વાત કરીએ છીએ, સમાનતાની બાંગ પુકારીએ છીએ, પણ જીવનમાં અને. વ્યવહારમાં કેવી ભયંકર વિષમતા છે?
A man of words and not of deeds, ::
Is like a garden, full of weeds. માત્ર શબ્દ બોલીને બેસી રહે એવા ભગવાન મહાવીર નહોતા. ભગવાન મહાવીરે વિચાર્યું કે હું પૂર્ણતાને લાવવા માટે, સમતાને લાવવા માટે, વિષમતાને દૂર કરવા માટે, પહેલાં હું મારા જીવનમાં પૂર્ણ સમાનતા લાવું.
પહેલાં પિતાના ઉપર પ્રવેશ કર્યો, પછીથી ઉપદેશ દેવાને પ્રારંભ કર્યો.
સમાનતા શાથી લાવી શકાય? વાતેથી? ના. પહેલાં તે એમણે અસમાનતાનું મૂળ એ વૈભવ છોડ્યો, પિતાનાં પ્રિયજનનાં આંસુથી પણ એ ન થંભ્યા. મહાભિનિષ્ક્રમણ કર્યું અને સાધુ બન્યા.
મનુષ્યના જીવનમાં સમાનતાનું સંગીત આવે છે વિચાર, ઉચ્ચાર અને આચારના સંવાદથી. આ ત્રણે સંગીત છે, લય છે, મિલાવટ છે. આ ત્રણે પ્રકારનું સંગીત જેનામાં ગુંજે છે એ perfect man છે, પૂર્ણ મનુષ્ય છે. ભગવાનને પૂર્ણ બનવું હતું.
એટલે એમણે અહિંસાને પ્રયોગ કર્યો. જેમ વૈજ્ઞાનિક