Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વાતો કરતા આગળ ચાલ્યા. વાઘ, વરૂ અને સિંહની ગર્જનાઓથી ભયંકર એ જંગલ અમે પસાર કર્યું બીજા દિવસે વનમાં અમે અનેક હાથી, ઘોડા, રથથી પરવરેલા કેટી સુભટો હલમલી રહેલા જોયા. “શું આ તે અમને લુંટવા આવેલા છે કે અમારી સાથે યુદ્ધ કરવા ? અમારા સુભટે પણ તૈયાર થયા, - તે દરમિયાન એ સુભટોમાંને એક ઘોડેસ્વાર મારા ઘોડા પાસે આવી મને કહેવા લાગ્યું, “ભય પામશે નહી, પણ અશ્વથી હરાયેલા એક ઘોડેસ્વારને તમે જોયે મારી સાથે વાત કરતા એ ઘોડેસ્વારની નજર સુખાસનમાં બેઠેલા એ સુંદર નવજવાન તરફ પડી. તરતજ આનંદમાં આવી જઈ “જયસેનકુમારનો જય થાઓ ! એ ઘોષણા દૂર રહેલા અનેક સુભટોએ ઝીલી લીધી. ને અનેક સુભટે અમારી તરફ ધસી આવ્યા. તેઓ જયસેન કુમારને સુખાસનમાં બેઠેલા પુરૂષને નમ્યા. પછવાડેથી વિજયરાજા પણ આવ્યા. જયસેનકુમાર સુખાસનથી ઉતરી પિતાને નમ્પ, સુભટએ પણ ગર્જના કરી. “વિજયરાજાના પુત્ર જયસેનકુમાર ઘણું જીવે. * * - આ બનાવથી હું તો તાજુબ થઈ ગયે મારી તાજુબી દરમિયાન જયસેનકુમારે પિતાની આપવીતી ટૂંકમાં કહી સંભળાવી મારી તરફ અંગુલી નિર્દેશ કરી રાજાને કહ્યું પિતાજી! અશ્વ ઉપરથી જમીન ઉપર પડેલા અને મૂચ્છિત થયેલા મને આ પરોપકારીએ સારવાર કરી બચાવ્યો ! જયસેન કુમારની વાણું સાંભળી વિજયરાજ મારી પાસે આવી મને આલિંગી છેલ્યા. “કુમાર ! તું પણ મારે જયસેન કુમાર જેવો છે. તારે ઉપકાર કાંઈ જેવો તે છે ?" મારી હકીકત જાણી રાજા અને રાજકુમાર જયસેન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust