Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૨૦.
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
યોગ્ય સ્થાનકે બેસાડ્યા. નગરીની અદ્દભૂત શેભાને જોતા રાજસભામાં આવેલા હતા. રાજસભાની દિવ્ય રચનાને જોઈ હેમાને પણ છક્ક થઈ ગયા છતા મંત્રીઓની કુશળતાની તારીફ કરવા લાગ્યા. સત્કાર વિધિ પૂર્ણ થયા પછી જયસેનકુમારને મંત્રી ઉભે થઈ હાથ જોડી છે. “કૃપાનાથ ! આપની ઉજવલ કીર્તિ સાંભળીને દૂર રહ્યા છતાં પણ અમારા સ્વામી આપની ઉપર પ્રસન્ન થયા છે. દૂર રહેલા છતા આપની તરફ તે એકનિષ્ઠ સત્યસ્નેહ ધરાવે છે. જેથી પિતાને પ્રાણ થકી પણ અધિક પ્રિય એવી રાજકન્યા અમારી સાથે મોકલી છે. હે દેવ ! મનોહર દિવસ જેવરાવી આપ એની સાથે પાણિગ્રહણ કરે ને અમને ફરજમાંથી મુક્ત કરે. જયસેનકુમારના મંત્રીની વાણી રાજાને અનુકૂળ હતી. ઘરે બેઠાં ગંગા આવતી હતી, વગર પ્રયાસે કલ્પવૃક્ષ ફળીભૂત થતુ હતું. અનાયાસે સ્ત્રીરત્ન પોતાને પ્રાપ્ત થતું હતું. રાજાના હર્ષમાં હવે શું ખામી રહે?
“દૂર રહેલા અને ગુણ રહિત એવા મારા ઉપર વિજયરાજની આટલી બધી કૃપા છે એ એમની સજનતા છે, મારા મોટા ભાગ્યે જ જયસેન જેવા મહેરબાનો મારૂં આંગણું પાવન કરી રહ્યા છે, તેથી જ મને લાગે છે કે મારું ભાગ્ય હજી જાગત છે. વિજયરાજ જેવા વડેરાઓએ મારી પાસે જે માગણી કરી છે તે માગણીને નકારનાર હું તે કેણ માત્ર! મારા જેવા તુચ્છ માણસે વડીલોની એવી વાણુને કઈ પણ અવગણી શકે નહિ, મંત્રીજી ! ફલને દેનારી કલ્પવલી જેવી વાણુને અનાદર કેણ કરી શકે? રાજાએ પોતાની લધુતા પ્રગટ કરતાં મંત્રીની વિનંતિ માન્ય કરી,.. 4 “બધે! મહારાજાના સંબંધમાં તમે મને કહેતા હતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com