________________
લખવાની ઇચ્છા ખરી. પણ એ ઇચ્છા આળસથી જિતાઈ ગયેલી ! પ્રકૃતિમાં આલસ્ય સારી પેઠે છે; તેને પેલી ઇચ્છાને સુવાડી દીધેલી !
પણ રમેશભાઈએ એ આળસ ઉડાડી. અને આળસને એક અર્થમાં પોષી પણ ખરી ! ‘તમે લખો.’ --જ્યારે એમ તેઓ વારે વારે મને કહેતા હતા ત્યારે હું એમની વાત એવું કહીને ટાળતો હતો કે, ‘એવું બધું મને ન ફાવે ! એક તંત્ર ઊભું કરવું પડે અને પછી તેમાં બંધાઈ જવાનું થાય !' મને એ કોઈ પણ ભાવે મંજૂર ન હતું. પણ, રમેશભાઈએ કહ્યું, ‘તમારે એ કશું ય નહીં કરવાનું ! બોલો ! હવે લખશો ?’ તો પણ મેં કહ્યું, ‘આ મહિનો થાય અને લાવો લખાણ ! એ પણ મને ન પરવડે. આ તો અંદરથી આવતી ચીજ છે ! મારો સ્વભાવ પણ ધૂની –moody. ક્યારે લખાણ તૈયાર થાય તે ન કહેવાય.’ તો કહે કે, ‘આપણે અનિયતકાલિક રાખીશું.' એમ તો એમ પણ તમે લખો ! આવા તેમના ભાવભર્યા આગ્રહને વશ થઈ લખવાનું શરૂ થયું અને આ રીતે ૪૫ અંક સુધી પહોંચ્યા. હવે અલ્પવિરામ લેવાનું મન થાય છે. છતાં રમેશભાઈ અને રસિક વાચકો એમ બેસવા દે તેમ લાગતું નથી ! તો ભલે ! એવી જીદ નથી, થતું હોય તો થવા દો !
******
આવો અવસર છે તો થોડી વાત સંકોચ સાથે પણ કરવી, એમ, મનમાંથી અવાજ આવે છે. ક્યાંથી શરૂ કરવી એ વાત ! થોડો મૂંઝારો પણ થાય છે ! પૂજ્ય શાસન સમ્રાટ શ્રી વિજય નેમિસૂરિશ્વરજી મહારાજના સમુદાયમાં અને તેમાં પણ કવિરત્ન આચાર્ય શ્રી અમૃતસૂરિજી મહારાજના સંતાનીય થઈને સાધુપણામાં પગરણ મંડાયા તે મારું મોટું સૌભાગ્ય ગણું છું.
હવે મૂળ વાત સંભારીએ ! એ દિવસો આંખ સામે લાવું છું ત્યારે મારા શૈશવના તોફાની દિવસો યાદ આવે છે ! દિશાહીન દશામાં હતો. ‘સાવ અબૂધ' આ શબ્દનો વાસ્તવિક અર્થ હતો,
શ્રી સિદ્ધર્ષિના દ્રમકની ઓળખ પછી થઈ, પણ તે કાંઈક સારા કહેવાય એવા દિવસોમાં કધોણી ટૂંકી ચડ્ડી અને ટૂંકી બાંહ્યના ખમીસના લેબાસમાં એકવાર પાડાપોળમાં પૂજ્ય બા મહારાજ સાધ્વીજી શ્રી પદ્મલતાશ્રીજીની કઠોર કૃપાદૃષ્ટિમાં હું આવ્યો. સાવ રખડુના ધૂળથી ખરડાયેલા પગના અંગૂઠાથી લઈ સુકાયેલા પરસેવાના ઓઘરાળા મુખ ઉપર થઈને વીંખાયેલા વાળ સુધી એ દૃષ્ટિ ફરી વળી. તેમના કરુણાથી છલોછલ હૃદયમાંથી shock treatment જેવો કરુણાનો ધોધ પડ્યો. તેના પડઘા કાનને ભરી દે એવા હતા. અવાજમાં ગરમ પાણીની ભીની-ભીની તીણાશ હતી, તીખાશ ન હતી ! અંદરની મીઠાશને જોવાની નજરનું દાન થઈ રહ્યું હતું. અને હું વીંધાયો !
એ શબ્દો આવ્યા : ‘હવે મારી પાસે આ કપડામાં આવતો નહીં !' ઉંમર વર્ષ ૧૨. સાતમાની પરીક્ષા આપેલી. એ સાલ વિ. સં. ૨૦૧૬ની હતી, અમદાવાદ શહેરને દઝાડતો વૈશાખનો બળબળતો મહિનો હતો. એ તડકો કેરીની ખટાશને મીઠાશમાં ફેરવવામાં સહાયક હતો !! જો કે બહુ ગમતો ન હતો તો પણ તે માનવું તો પડશે જ !
સાધ્વીનો પરિવેશ હતો અને એમાં વાત્સલ્યભર્યું, માતાનું હૃદય હતું. એના શબ્દો અંદરના ઊંડાણમાં ઊતરી ગયા, કહો કે કોતરાઈ ગયા ! અને એય મને જાણ પણ ન થાય તે રીતે ! એ ચોઘડિયું અને એ પળ સોનેરી હશે કે સાર્થક થવા નિર્માયેલા શબ્દો મને મળ્યા. વિધાતાએ પણ, મને જાણ ન થાય તેમ બધું ગોઠવી દીધું !
એ જ વર્ષના જેઠ મહિનામાં સુરત મુકામે પૂજ્ય ઉપાધ્યાય શ્રી મેરુવિજયજી મહારાજ, પૂજ્ય પંન્યાસ શ્રી દેવવિજયજી મહારાજ અને પૂજ્ય મુનિ મહારાજ શ્રી હેમચન્દ્રવિજયજી મહારાજના સાન્નિધ્યમાં નેમુભાઈની વાડીના ઉપાશ્રયે, શ્રી અનંતનાથ ભગવાનની તારક છાયામાં મારું
Jain Education International
For Private & Personal Use Only
નિવેદન : એકવીસ
www.jainelibrary.org