________________
લખતી વખતે ઉછીનું લેવાનું ટાળ્યું છે. અંદર-અંદર ઘૂંટાયા પછી જ કાગળ પર આપ્યું છે. છતાં પણ આ બધું લખાણ મારું નથી. મારા દ્વારા પીરસવામાં આવ્યું એ માટેનો મારાપણાનો દાવો નથી. હા! મનમાં એવું છે ખરું કે મને જે ગમ્યું તે બધાને ગમે તો કેવું સારું ! એ ભાવ તો સતત રમતો રહ્યો જ છે. એ સમજણ પણ ભ્રમ વિનાની છે કે આવાં બધાં પુસ્તકોનું અસ્તિત્વ કાળ-મહારાજની વણથંભી વણઝારમાં તો એક શુદ્ર બિંદુ માત્ર છે. તે ગરમ તવા ઉપર પડશે તો ‘છમ્” થઈને ઊડી જશે. કોઈક માહિતી-પ્રેમી વાચકના હૃદયે વસશે તો કમળપત્રનાં જળબિંદુને મોતીની ઉપમા મળે છે તેવું બનશે, અને કોઈક ભદ્ર સ્વભાવી હૃદયને આ શબ્દોનો યોગ સાંપડશે તો તે અંદર જઈને તેને સતુ-સંમુખ બનાવશે –મોતી બનાવશે તો એમાં બિંદુની સાર્થકતા છે, ધન્યતા છે, ચિરંજીવિતા છે.
આમ તો, મારા આનંદ માટેની આ પ્રવૃત્તિ રહી. ખાસ કરીને, વિહાર-વર્ણનના લેખનમાં, શત્રુંજય દાદાના અભિષેકના આનંદથી છલકાતાં લખાણમાં, ચન્દનબાળા-શાલિભદ્ર-ઝાંઝણ(રાજ્ય વાત્સલ્ય) વગેરે કથાઓને આલેખતી વખતે કો'ક અપાર્થિવ-લોકમાંથી સીધો સંદેશ આવતો હોય તેવું અનુભવ્યું છે. એ ક્ષણો ધન્ય હતી!પદાર્થસ્પષ્ટીકરણમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજનો ઉપકાર છે. કથા-લેખનની રસાળતા માટેનો યશ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી ધર્મધુરન્ધરસૂરિ મહારાજને ફાળે આપવાનો છે.
કથા-લેખન કે પદાર્થ સમજૂતીની રીત માટે, પંન્યાસ રાજહંસવિજયજીની સાથે શેર (Share) કરી હતી. “પાઠશાળા'ના ઘણાં-ખરાં લખાણોના પહેલા વાચક પંન્યાસ રાજહંસવિજય મહારાજ હોય ! એ ચર્ચાઓમાં આ બધું મોકળાશથી વિચારાયું હતું અને તેથી જ એનું પોત' આવ્યું છે. પછીના વાચકમાં રમેશભાઈનું નામ આવે. આમ, લખવાનું ચાલતું રહ્યું છે.
“પનો કેવો છે --ટૂંકો છે કે બરાબર છે એ તો વાચકો જ નક્કી કરે તેવી ઇચ્છા રહી છે. લખેલું બીજા વાંચે; મને ગમ્યું તે એમને પણ ગમ્યું છે ––એમ જાણવા મળે ત્યારે ખુશી થાય એ સ્થિતિ તો છે જ ! ઊણપ તરફ આંગળી ચીંધે તે પણ ગમે છે.
- - લખતાં પહેલાં મનોમન પ્રાર્થના થઈ જતી હતી. એ પ્રાર્થના આ છે : न वाङ् मे मनसि प्रतिष्ठता, मनो मे वाचि प्रतिश्ठितम्। (મારી વાણી મનમાં સ્થિત થાઓ, મારું મન વાણીમાં સ્થિત થાઓ.)
એ પછી, જે સહજ મળ્યું તે કાગળની આ છાબમાં ભરી, વાચકોના કરમાં ભરી દીધું. મને એ બધું સહજ મળ્યું હતું તેવું જ સહજ દીધું. કવિ શ્રી લાલજી કાનપરિયાએ એ બધો ભાવ, ગીતમાં ગૂંથીને આમ ગાયો છે. એમની સાથે હું પણ મારો સૂર ભેળવું છુંઃ
સહજ મળ્યું તે સહજ મળ્યું તે લીધું, મેં તો સહજ મળ્યું તે લીધું. ખળખળતા ઝરણાનું પાણી અમરત માની પીધું! આવળ-બાવળનાં ફૂલોમાં રૂપ ગુલાબી દીઠાં વનવગડામાં ભમતાં લાગે ચણીબોર પણ મીઠાં! પણ ક્ષણ જીવને ડંખે એવું કરમ ન એક્ટ કીધું સહજ મળ્યું તે લીધું, મેં તો સહજ મળ્યું તે લીધું. ચપટી મળ્યું તે ગજવે ઘાલ્યું, મણની લાલચ છોડી આતમને અજવાળે મેં તો ધરમ ધજાયું ખોડી! આડો-અવળો મારગ મેલી જાવું છે ઘર સીધું સહજ મળ્યું તે લીધું, મેં તો સહજ મળ્યું તે લીધું! ('કુમાર' માસિકમાંથી)
વીસ: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org