Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
હતા. તેમના પત્નીનું નામ હતું વિમળાદેવી. આ દંપતી ઉભય ટંક આવશ્યક પ્રતિકમણ, પૂજા-પ્રભુને ગુણાનુરાગ અને રિદ્ધિસિદ્ધિના પ્રમાણમાં દાનાદિ આત્મકલ્યાણકારી પ્રવૃત્તિમાં હરહંમેશા રચ્યાપચ્યા રહેતા. વિમળાદેવી હંમેશાં પતિના ઉત્તમ વિચારોમાં સાનુકુળ થનારી આદધર્મચારિણી હતા. કેટલાક કાળ વ્યતિત થયા બાદ વિમળાદેવીને ગર્ભ રહ્યો કે જે પ્રભાવિક ગર્ભના પ્રભાવથી વિમળાદેવીનું મન હંમેશાં દેવદર્શન, પૂજન, પ્રભાવના, તીર્થ વંદન, ગુરૂભક્તિ આદિ ધર્મકાર્યો તરફ સવિશેષ દેરાવા લાગ્યું. જ્યારે ગર્ભને જીવ મહાપુરૂષ થવાની આગાહી આપે છે ત્યારે તેની માતાને એવાજ ઉત્તમ વિચારે સ્વયં પ્રગટે છે. વિમળાદેવીને આ ગર્ભ રહેતાં પહેલા થોડાજ સમયે એક એવું સ્વપ્ન આવ્યું કે જાણે પૂર્ણિમાને ચંદ્ર વિકસતો તેણીના વદન કમળને દેદીપ્યમાન કરે છે. વિમળાદેવીએ સ્વપ્નની વાત પિતાના પતિ વેલગશાહ પાસે રજુ કરી અને વેલગશાહે પિતાની બુદ્ધિ અને મેળવેલ જ્ઞાન વડે કહ્યું કે “આજથી ૨૮૦ દિવસે આપણને એક પુત્રરત્ન સાંપડશે. તે કેઈ સામાન્ય નહિ પણ જગતના જીવનું કલ્યાણ કરનાર મહાપુરૂષ થશે, જૈન ધમની જયપતાકા રોમેર ફરકાવશે અને જગતમાં પોતાના કુળને અજવાળશે.” એથી વેલગશાહે પુત્રનું નામ પારસચંદ રાખવાને મનસુબે જાહેર કર્યો.
વિર પરમાત્માના ત્રિકાલાબાધિતશાસનની ગર્ભકાળ દરમ્યાન આ ધર્મદંપતી ઉત્તમ પ્રકારની આરાધના કરે છે અને જીવનની સાર્થકતા માને છે. જેમની ઉત્સાહભરી વિશુદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com