Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
સંશોધન કરી તેને પ્રકાશમાં આવ્યું છે. છતાં એ મહાપુરૂષને આજે બહુજ ચેડા ઓળખે છે. પૂજ્યશ્રીમાં સાધુતાને પ્રભાવ હતા, ચારિત્રની શીળી છાયા હતી. વીરતાના પૂજન હતા. ધર્મ અને સંસ્કૃતિને સમન્વય સાધતા એ સામ્રાજ્ય શિરોમણિ મહાપુરૂષે અહિંસા પરમે ધર્મની આણ ચોમેર વર્તાવીને દેશભરમાં જૈનધર્મને એક અજોડ ધર્મ તરીકે સાબિત કર્યો હતો. જેમણે વિવાદમાં અનેક ધુરંધર વિદ્વાનોને મુગ્ધ કર્યા, હઠાગ્રહીઓના મિથ્યાત્વનું ખંડન કર્યું. વાણિજ્ય સંરકૃતિના એ વારસે સરસ્વતીદેવીની અખંડ ઉપાસના કરીને અન્ય સંસ્કૃતિ પર આધિપત્ય જમાવ્યું હતું.
આમ સાહિત્ય શિરોમણિ આચાર્ય ભગવાન શ્રી પાશ્વ ચંદ્રસૂરીશ્વરજીએ સાહિત્યની અજોડ સેવા કરી સંવત ૧૬૦૪ માં વિહાર કરતાં પૂવ આચાર્ય ભગવાન પૂ ઉપા. શ્રી સમચંદ્રજી વિગેરે શિષ્ય સમુદાય સહ જુદા જુદા પ્રદેશમાં વિહાર કરતાં ખાચરોદ મુકામે પધાર્યા. જ્યાં શ્રીસંઘના અતિઆગ્રહથી પૂજ્યશ્રીએ પોતાના શિષ્યરત્ન શ્રી સમરચંદ્રજી ઉપાધ્યાયજીને શુદ્ધ ક્રિયાનુકાન ધારક જાણે પિતાની વિદ્યમાનતામાંજ આચાર્યપદથી વિભૂષિત કર્યા. આથી શ્રી સંઘના ઘેરઘેર આનંદેત્સવ હોય એમ ઉલ્લાસ પ્રગટી નીકળ્યો.
સંવત ૧૫૪૬ થી માંડીને સંવત ૧૬૧૨ લગીના લગભગ ૬૭ વર્ષના અરસામાં પૂજ્યશ્રીએ જુદાજુદા સ્થળોએ ચાતુર્માસ કરી અનેક ભવ્ય જીને ઉદ્ધાર કર્યો છે. તેમજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com