Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૧૨૬
ઠયું અને પિતાને વિચાર પૂ. ગુરૂદેવ સમક્ષ રજુ કર્યો. તુરતજ એ વિચારને અનુમોદન આપતાં પૂજ્યશ્રીએ જણાવ્યું કે સારા કાર્યોમાં સે વિદને આવી પડે છે તે તેને શીધ્ર પતાવવું એ યોગ્ય અને પ્રેમમાં રક્ત બનેલા આત્માઓની ફરજ છે, જે આત્માને પુણ્યયોગે સગુરૂને ભેટે થાય તે તેની સેવાથી વંચિત કેમ રહે? ઠાકરસીભાઈ પૂજ્ય ગુરૂદેવ સાથે ધ્રાંગધ્રા અને ત્યાંથી હળવદ ગયા. તેમના ભાઈઓને લાગ્યું કે ઠાકરસી જરૂર દીક્ષા લઈ લેશે એટલે તેઓ હળવદ જઈ પુનઃ ઠાકરસીને ઘેર લઈ ગયા. ગુરૂ મહારાજે કહ્યું કે “તમારા ભાગ્યમાં દીક્ષા યોગ હોવાથી પરિપકવ કાળે તમને તે રત્ન પ્રાપ્ત થશે. માટે હાલ ઘેર જાઓ અને હું કચ્છમાં જાઉં છું ત્યાં અવસરે આવજે.”
બહુજખિન્ન હૃદયે અને નિરાશાથી તેઓ પિતાના બંધુઓ સાથે ઘેર તે ગયા પરંતુ તેમનું મન તો પૂજ્ય ગુરૂદેવ તરફ હતું. ઠાકરસીભાઈને ઘેર આવ્યા પછી કેઈ કામમાં ચેન પડતું નહિં. અને એ વાત સાચી છે કે જ્યાં સુધી હિતકારી માગને સ્વીકાર ન થાય ત્યાં સુધી સમ્યદ્રષ્ટિ આત્માઓ જંપીને બેસી શકતા નથી.
સં. ૧૫૩ નું પૂજ્ય ગુરૂદેવનું ચાતુર્માસ કચ્છ મોટી ખાખરમાં થયું, ઠાકરસીભાઈનું દિલ ઉપડયું અને કચ્છ જવા રવાના થયા. દુદાપરથી ધ્રાંગધ્રા ત્યાંથી વઢવાણ જઈ ગાડીમાં બેસી જામનગર, તુણાબંદર અને અંજાર પહોંચ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com