Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૧૪૯
અનાજ અને પૈસાનું ગાડું હતું જે છુટા હાથે ઉડાડવામાં આવેલ અને જય જય નંદા–જય જય ભદ્દા ના બુલંદ અવાજે વાતાવરણને વિશુદ્ધ કરતા ધૂપિના ગોટેગોટા ચાલતા હતા.
મશાનભૂમિ પર પાલખી ઉતારવામાં આવી અને ચંદનના લાકડાની ચિતામાં પૂજ્યશ્રીના દેહને પધરાવી અમદાવાદના શા. મોતીલાલ છગનલાલે અગ્નિદાહને લાભ લીધો. આ અંગે બીજી નાની મોટી ઠીક ઠીક ઉપજ થઈ હતી. પૂજ્યશ્રીના દેહની રાખ થઈ અને સૌ શાકાતુર હૈયે સ્વગૃહે સિધાવ્યા.
આ સમાચારથી શ્રીપાશ્વચંદ્રગરછમાં દીલગીરીની ભારે લાગણી પ્રગટી નીકળી હતી. ધ્રાંગધ્રાના ઉપાશ્રયમાં એક સ્થાને રેતી પાથરવામાં આવી હતી જ્યાં બીજે દિવસે શ્રીસંઘના ભાઈએાએ નીહાળતાં પૂજ્યશ્રીના કુમકુમ પગલાં પડેલા જોવામાં આવ્યાં જેને ફેટો મોજુદ છે. પૂજ્યશ્રીની પ્રભાવિકતાનું આ પ્રતિક હતું. આમ શ્રી ગચ્છને પૂજ્યશ્રીના સ્વર્ગવાસથી ન પુરાય એવી મહાન ખોટ પડી છે.
પૂજ્યશ્રીના સ્વર્ગવાસ નિમિત્તે જુદા જુદા સ્થળોએ અઠ્ઠાઈ મહોત્સવે કરવામાં આવ્યા અને રાજનગરના શ્રીસંઘે તે એ અઠ્ઠાઈ મહોત્સવ અદ્વિતીયરીતે ઉજળે. દિવસની જહેમત બાદ સં. ૧૯૯૬ ના કા. વ. ૧૩ ના રોજથી અઠ્ઠાઈ મહોત્સવનો પ્રારંભ થશે. રોજ જુદી જુદી પૂજા સુંદર રાગરાગણીમાં શ્રી હઠીસીંગ સરસ્વતી સભાના ભાઈઓએ ભણાવી કાંસીજોડાને ખડખડાટ ને બીજા વિધિવિધાને અજબ આહાદ જમાવ્યું હતું. અઠ્ઠાઈ મહોત્સવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com