Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha

View full book text
Previous | Next

Page 233
________________ બાળકોમાં ઉત્સાહ વધશે તે નાણાં આપનારા તે જરૂર મળી આવશે. ખાસ કરીને બાળકોને પૂજા-પ્રતિકમણ-સામાયિક વિગેરે સામુદાયિક ક્રિયામાં જોડવા. સ્નાત્ર મહોત્સવ દર માસે એક ઉજવ. તેમને નજીકના તીર્થમાં લઈ જઈ તીર્થસ્થાનનું મહત્વ બાળશૈલીમાં સમજાવવું અને અઠવાડીયે એક દિવસ ધાર્મિક જ્ઞાનવાળા પુરૂએ બાળકે સાથે તેમને સ્પર્શતા વિષયની ચર્ચામાં આનંદી વાર્તાલાપમાં ગાળવે. જે આમ થશે તે સંસ્થા છેડાજ વર્ષમાં એક બાળકેળવણીને એક આદર્શ રજુ કરવા શક્તિમાન થશે. સંસ્થાના શિક્ષકે માનદ્ સેવા આપતા હોય કે બીજી રીતે કામ કરતા હોય તેમના પ્રત્યે સમાજે બહુમાનથી જેવું જોઈએ. પ્રસંગે પ્રસંગે તેમના હૈયાના ઉલ્લાસમાં વૃદ્ધિ થાય એ રીતે એમની ગ્યતા પ્રમાણે કદર કરવી જોઈએ. શિક્ષકોએ પણ પોતે સમયની મર્યાદા સામે જોયા વિના પિતાના હાથ નીચે અભ્યાસ કરતા બાળકેમાં ધાર્મિક સંસ્કારો કેમ રેડાય ને સુદ્રઢ કેમ બને એવું તેમનું ચારિત્ર રાખી બાળકેને દેરવા જોઈએ તેમજ તેઓ ભાવી સમાજના ઘડવૈયા છે તે પગારની રકમ સામે નહિ જોતાં એક આદર્શ ખડે કરવાનેજ લોભ હંમેશાં રાખવું ઘટે છે. એટલી વિનંતિ નમ્રભાવે કરીને વિરમીશું! સમાપ્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236