Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૧૫૬
શ્રી જૈન હઠીસીંગ સરસ્વતી સભા.
આદર્શ શિક્ષણ સંસ્થા સ્વ આચાર્ય શ્રીભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી મહારાજના
ઉપદેશનું પરિણામ. શ્રી અને સરસ્વતી દેવીની કૃપાથી ફાલ્યા–પુલેલા ગુજરાતની ભૂમિમાં તેનું પાટનગર અમદાવાદ ઉર્ફે રાજનગરે જૈનપુરી નામ ધરાવવા જેટલું મહત્વ પ્રાપ્ત કર્યું છે. ગુજરાતને આંગણે એટલા દાનવીરે, કર્મવીરે અને ધર્મવીર પાક્યા છે કે તે ભૂમિ આજે જગમશહુર બની છે. એવા ગુજરાતમાં આજે ધાર્મિક શિક્ષણ આપતી અનેક સંસ્થાઓ ચાલી રહી છે. ગુજરાતને શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે સાહિત્ય અને જ્ઞાનને અમૂલ્ય ખજાને આપે છે. શ્રી વાદિદેવસૂરીશ્વરજી જેવાએ ન્યાયના અનેક ગ્રંથે જેના ચરણે ધર્યા છે. યુગપ્રધાન શ્રીમદ્દ પાશ્વ ચંદ્રસૂરીશ્વરજી, શ્રી આણંદવિમલસૂરિજી જેવા કિદ્ધારક ગચ્છનાયકોથી જે ભૂમિ ઉજળી છે એ તેના કમાગ વડે જ. આર્થિક સંપત્તિ ધરાવનારા અનેક આત્માઓ આવી ગયા પરંતુ કિંમત તે કમ
ગીઓનીજ લેખવામાં આવી છે કે જેઓએ પિતાના આત્માની શુદ્ધિ વડે અનેક ભવ્યાત્માઓને આ ભવસમુદ્ર તરવાને માર્ગ બતાવ્યે છે. અત્યંત પ્રાચીન સમયની વાત ત્યે અને જુઓ કે અહિંસા ધર્મના આધસ્થાપક યુગાદિદેવ શ્રી રૂષભદેવજી, નૈષ્ઠિક બ્રહ્મચર્યને આદર્શ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com