Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૧૫૮
એ છે કે જેને બચપણમાંથી સુસંસ્કારોને વારસો આપો હોય તે આપી શકાય એમ છે. કમળા ઝાડને જેમ વાળીએ તેમ બાળક પણ માતાપિતાદિની આજ્ઞા મુજબ વળે છે.
ઘણા એ પ્રશ્ન કરે છે કે બાળકે માથે આ બજે શું? તેઓ માગધી કે સંસ્કૃત ભાષાના સૂત્રે કંઠસ્થ કરવા હજુ ઉંમર લાયક નથી પરંતુ તેઓ ભૂલી જાય છે કે બાળકને વય એજ સુસંસ્કારોના સિંચન માટેની યોગ્ય વય છે. આપણે બાળકોને ઉઠ કહીએ તે તે ઉઠે છે, બેસ કહીએ તે તે બેસે છે, દેરાસર લઈ જઈએ તે તે હંમેશાં આપણું સાથે આવે છે અને જે પ્રમાણે અદબ રાખવી કહીએ તે પ્રમાણે રાખે છે. તે શું એ ધામિક કેળવણું કંઠસ્થ ન કરી શકે? આપણા પૂર્વાચાર્યોના દ્રષ્ટાંત તરફ નજર કરો ને એમાંને મોટો વર્ગ બાલ્યસંસ્કારથી મહાત્મા અને મહાપુરૂષની કક્ષામાં મુકાયેલે છે. વિદ્યમાન પિકિ અનેક આચાર્ય મહારાજે અને મુનિરાજેએ બાલ્યવયમાં ધાર્મિક જ્ઞાન મેળવી સર્વવિરતિ અંગીકાર કરી છે. જેન ગૃહસ્થને સંસારમાં રહેવું પડે તે પણ તે પિતાના દયેય તરિકે તે હંમેશાં સર્વવિરતિનું જ ચિત્વન કરે. પરંતુ આજે માતપિતાદિ પણ પિતાના બાળકોનું ભાવી વિસરવા લાગ્યા છે. ધાર્મિક કેળવણીને બેજા રૂપ માનવા લાગ્યા છે. અને બીજી બાજુ યુવાન પ્રજામાં સ્વતંત્રતાના નામે જે સ્વછંદતા પ્રસરી રહી છે, વિનય અને વિવેક, શિષ્ટાચાર ને સભ્યતા ભુલાયા છે તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com