Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha

View full book text
Previous | Next

Page 224
________________ ૧૫૦ લમણે હાથ દઈ નિરાશાના નિસાસા નાંખે છે. પરંતુ જે એજ યુવાનેને બાલ્યવયમાં દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યે શ્રદ્ધા ઉતપન્ન કરે એવી કેળવણી આપી હતી તે આ દશા આવત? એ પ્રત્યેક માતપિતાએ વિચારીને પોતાના બાળકે ધાર્મિક કેળવણી માટે પાઠશાળાઓએ મોકલવા જોઈએ. આજે ઠેર ઠેર ગુરૂકુળ, વિદ્યાલય ને વિદ્યાવિહારે છે પરંતુ એમાંથી સ્વધર્મને માટે ગૌરવ લઈ એને વિજયદેવજ ફરકાવવા કેટલા નીકળ્યા એ તપાસીશું તે પરિણામ લગભગ કેઈ અપવાદો સિવાય ત્યજ જણાશે. આ સંસ્થાઓની ભવ્યતા તેની સુંદર ઇમારત પરથી નહિં પણ તેમાં ભણતા વિદ્યાથીઓની સંસ્કારિતા પરથી આંકી શકાય છે. આથી ધર્મમાં પ્રવેશ કરનાર, કરાવનાર અને તેમાં સહાયભૂત થનાર એ ત્રણે સગતિના ભાગીદાર બને છે. આવી સગતિના ભાગીદાર બનવા આજથી ૪૮ વર્ષો પૂર્વે શામળાની પિળમાં રહેતા શ્રી પાચંદ્રસૂરિગરછના એક ધર્મશ્રેષ્ઠિ શ્રી હઠીસીંગ રાયચંદભાઇની જિજ્ઞાસા તીવ્ર બનતાં સં. ૧૫૦ ના માગશર સુદ ૨ ના રોજ શ્રીસંઘના અન્ય ગૃહસ્થોના અનુમંદન સાથે અને સ્વ. ભટ્ટારક આચાર્ય શ્રીમદ્દભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી જેવા મહાન ઉપકારી પુરૂષના આશિર્વાદ સાથે “ શ્રી જૈન સરસ્વતી સભા નામની ધાર્મિક શિક્ષણ આપવા માટેની એક સંસ્થાની રાજનગરના આંગણે શામળાની પળમાં સ્થાપના થઈ. શેઠશ્રી હઠીસીંગભાઈની ઉદાર વૃત્તિ અને ગુરૂ ઉપદેશના પરિણામે વૃદ્ધિને પામી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236