Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૧૪૪
કે એકડેથી ઘુંટનાર પણ તે સહેલાઈથી સમજી શકે. સ્થાનકવાસી અગ્રેસરને પ્રશ્નોના પ્રત્યુત્તર આપી મૂર્તિપૂજાનું વિધાન સાબીત કરતી સચોટ શ્રદ્ધા ઉત્પન્ન કરાવી હતી. આ વર્ષ દરમ્યાન શ્રીસંઘમાં સ્વામીવાત્સલ્ય, પ્રભાવનાદિ કાર્યો સારા પ્રમાણમાં થયા હતા.
સં. ૧૯૮૮ અને સં. ૧૯૮૯ ના ચાતુર્માસ ખંભાત મુકામે ઝવેરી દલપતભાઈ ખુશાલચંદ અને અન્ય આગેવાનની સાગ્રહ વિનતિથી થયાં.
આ ચાતુર્માસ દરમ્યાન ખંભાતમાં શ્રીભગવતીસૂત્ર વાંચન સરળ શૈલીથી શરૂ થયું. શ્રી પાચંદ્ર ગ૨છ–સંઘના તેમજ અન્ય ધર્મરસિક ભાઈ બહેને સારા પ્રમાણમાં લાભ ઉઠાવવા લાગ્યા અને શાસ્ત્રોક્ત પ્રવચનના આંકડાને ટકાવી રાખવાના ઉદ્દેશ માત્રથી બીજું ચાતુર્માસ સાગ્રહ વિનંતિ કરીને રાખવામાં આવ્યા. આ સમયે અન્ય ગચ્છમાં કેટલાક ખોટી લાગણીઓથી કદાગ્રહી બનેલાઓને ઉપદેશ અને સમજદ્વારા સન્માર્ગે જોડ્યા જેઓ હજુ પણ એ ઉપકારને ભૂલતા નથી. શ્રીસંઘની કીતિ અને જાહોજલાલીમાં વધારે થયે. ધાર્મિક કાર્યો, તપશ્ચર્યાએ વિગેરે સારા પ્રમાણમાં થયા.
તે પછીનું રાજનગરનું ચાતુર્માસ પૂજ્યશ્રીના નામ સાથે હંમેશને માટે જોડાઈ રહે એવા એક મહાન કાર્યમાં પોતાને યશસ્વી હીસ્સ આપીને જૈન જનતાને તેઓશ્રીની વિદ્વત્તાથી મુગ્ધ કરી દીધી હતી. આજપૂર્વે તેઓશ્રીની વિદ્વત્તા પંકાતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com