Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૧૪૬ પૂજ્યશ્રીની ખ્યાતી હિંદના ચારે ખૂણામાં ફેલાવા સાથે અન્ય સહધમીઓનું આકર્ષણ વધ્યું. આ સંમેલને પટ્ટકરૂપે કરેલા ઠરાનું હાલ યથાર્થ પાલન નહિ થવાથી જ્યારે બૂમ પડી રહી છે ત્યારે સ્વ. આચાર્યદેવ જેવા સ્પષ્ટ વક્તાની ખોટ સાલે છે.
ત્યારપછી સં. ૧૯૯૧-૨ ના ચાતુર્માસ પણ રાજનગરમાં શામળાની પિળના ઉપાશ્રયે થયાં. આ બન્ને ચાતુર્માસ દરમ્યાન શ્રીસંઘની સાગ્ર વિનંતીને પરિણામે શ્રી ભગવતીસૂત્રનું વાંચન રાખવામાં આવેલ. એને લાભ શ્રીસંઘના અગ્રેસરે અને સૌ કોઈ લેવા લાગ્યા. વ્રત-નિયમ અને તપશ્ચર્યા, સાધર્મિક વાત્સલ્ય વિ. સારા પ્રમાણમાં થયા.
પૂજ્યશ્રીને આચાર્યપદારેપણ કરવાની શ્રીસંઘની ભાવનાએ મૂર્ત સ્વરૂપ ધારણ કર્યું. આથી આ વાત રાજનગરના શ્રીસંઘે પૂ૦ સાગરચંદ્રજી મહારાજ વિહાર કરે તે પહેલાં આચાર્યપદ અર્પણ કરવા મક્કમ નિર્ધાર કર્યો અને અઠ્ઠાઈ મહત્સવ દરમ્યાન આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના વિદ્વાન પ્રશિષ્યરત્ન આચાર્યશ્રી વિજયઉમંગસૂરિજીના હસ્તે સં. ૧૯૩ ના જેઠ સુદ-૪ ના રોજ શુભ મુહુર્ત – મંગળમય ચેઘડીયે આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું. આ ઉત્સવમાં ભાગ લેવા માટે માંડલ, ખંભાત, ધ્રાંગધ્રા વિરમગામ વિ. સ્થળોએથી ગચ્છના અગ્રેસરે અને અન્ય સમુદાય સારી સંખ્યામાં ઉતરી પડયો હતે. શ્રી શાસન-દેવ–કી જયના નાદોથી ઉપાશ્રયનું વિશાળ ચોગાન માનવમેદનીથી ઉભરાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com