Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૧૩૬
દેવની વૈરાગ્યવાહિનીદેશના અને ચારિત્રના પ્રભાવ એમના પર પડયેા. સરળ આત્માએ સાચા ગુરૂને જોઈ પાતાના આત્માનું યથાશક્તિ સાધન કરી લેવા ચુકતા નથી. તેવીજ રીતે પેાતાના વિડલેાને આપ્તજના સમક્ષ ધુભાઇએ પેાતાના મક્કમ નિર્ણય જાહેર કર્યાં. અને સ. ૧૯૫૪ ના સુથરીના ચામાસામાં ગુરૂદેવ પાસે રહી ધાર્મિક અભ્યાસ કરતા ચામાસુ ઉતરતાં માંડવી, મુંદરા, ભદ્રેશ્વર વગેરે ગામેામાં વિચરતાં ગુરૂદેવની સાથે અંજાર આવ્યા ત્યાં ફાગણ વદ ૧૦ ના દિવસે સ. ૧૯૫૫ની સાલમાં ખાલબ્રહ્મચારી શ્રીહધુભાઇએ ૨૦ વર્ષની યુવાન વયે ધામધુમપૂર્વક શ્રી ભાગવતી પ્રત્રજ્યા અંગીકાર કરી અને સુનિ જગતચંદ્રજી નામ રાખવામાં આવ્યું. અને એ સાલનું ચાતુર્માસ અ ંજારમાંજ થયું.
ખેતાલીસ વર્ષોંના લાંમા દીક્ષા પર્યાય દરમ્યાન પૂર્વ મુ॰ શ્રીજગતચંદ્રજી ગણી મહારાજે ધમ શાસ્ત્રાનું ચેાગ્ય અધ્યયન મનન કર્યું.. તપશ્ચર્યાએ પણ સારા પ્રમાણમાં કરી અને પૂ॰ પા॰ ગુરૂદેવની સેવા-સુશ્રુષા એવા ભાવથી કરી કે જેથી તેઓ સ્વ॰ ગુરૂદેવના ખૂબ પ્રિય બની રહ્યા. તેઓશ્રીએ પૂ॰ પા॰ ગુરૂદેવ સાથે અને ગુરૂદેવના સ્વર્ગવાસ ખાદ વડીલ ગુરૂભાઇ ૫૦ પૂર્વ મુનિરાજ શ્રી પુનમચંદ્રજી ગણિવરની આજ્ઞામાં રહી મારવાડ-કચ્છ-કાઠિયાવાડ ને ગુજરાતમાં અનેકવિધ સ્થળેાએ ચાતુર્માસા કરી ભવ્યાત્માઓને ધમ ભાગમાં જોડયા છે. અનેકની શકા-કુશકાઓનું પેાતાના વિદ્વતાભર્યાં શાસ્ત્રોક્ત જ્ઞાન વડે નિવારણ કરી સન્માર્ગમાં જોડ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com