Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૧૨૫
જે વસ્તુને આત્મા હાનિકર માને તે છેાડાય નહિ અને હિતકરવસ્તુ ગ્રહણ ન થાય ત્યાંસુધી સાચા સુખની પ્રાપ્તિ અશકય છે આ વસ્તુને ડાકરસીભાઈ યથાર્થ રીતે સમજતા હતા.
તેમના પાલીતાણા જવાના સમાચાર ઘેર મળતાં તેમના ભાઇએ શેાધ કરતાં પાલીતાણા ગયા અને ઠાકરસીભાઇને ઘેર લઇ આવ્યા. પરંતુ થાડાક દીવસના સહવાસમાં પણ તેએ પાતાના આત્મહિતાર્થે રાજ રાત્રે ચાવીહાર, સવારે નાકારશી કે પારશી પચ્ચખાણુ, દર વર્ષે કાતિકી પુનમે શ્રીસિદ્ધાચલજીની યાત્રા, નહિતા ઘીના ત્યાગ, બ્રહ્મચય પાલન અને અવસરે દીક્ષા લઇશ વગેરે નિયમ ધારતા ને અમલમાં મુક્વા
લાગ્યા.
ગામગાળા નિવાસી સ્વ॰ પારેખ લલ્લુભાઇ રામજી સાથે ઠાકરસીભાઈને ગાઢ મિત્રતા હતી. શ્રી પારેખ ધમના રાગી અને શ્રદ્ધાવાન્ હતા. ઠાકરસીભાઇએ લલ્લુભાઇને પેાતાના વિચાર જણાયેા કે કોઈ ચેાગ્ય સારા ગુરૂ મળે તે પેાતાના વિચાર દ્વીક્ષા લેવાના છે.
જ્યારે સં. ૧૯૫૩ ની સાલમાં પુ॰ પા॰ મુનિરાજ શ્રીભ્રાતૃચદ્રજી મહારાજ ધ્રાંગધ્રા જતાં ગાળા મુકામે પધાર્યા ત્યારે ધમિત્ર લલ્લુભાઈએ ઠાકરસીભાઈને ગાળા તેડાવી ગુરૂ સમાગમ-પરિચય કરાવ્યેા. ઠાકરસીભાઈનું મન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com