Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૧૧૧
તે ચાતુર્માસ પૂર્ણ થયેથી પૂજ્યશ્રી ખંભાત મુકામે પધાર્યા. ત્યાં સં. ૧૯૯૨ ના માગશર સુદ ૧૧ ગુરૂવારે દેવશ્રીજી અને દયાશ્રીજીને દીક્ષા આપવામાં આવી. અને સં. ૧૯૬૨ નું ચાતુર્માસ પણ ધામધૂમપૂર્વક ત્યાંજ કરવામાં આવ્યું. ત્યાંથી અમદાવાદ પધારતાં વીરમગામના શ્રીસંઘે શ્રી અજિતનાથજીના દેરાસરને જિર્ણોદ્ધાર સંપૂર્ણ થયાની હકીકતથી પૂજ્યશ્રીને વાકેફ કર્યા અને પ્રતિષ્ઠા ઉપર પૂજ્યશ્રીને વિરમગામ પધારવા સાગ્રહ વિનંતિ કરી. વીરમગામ પ્રતિષ્ઠા પર જઈ તે કાર્ય ધામધૂમપૂર્વક સંપૂર્ણ કરાવી પૂજ્યશ્રી પુનઃ રાજનગરમાં આવી પહોંચ્યા. આ સમયે મુંબઈથી ચાતુર્માસની વિનંતિ અર્થે કેટલાક સહસ્થો પૂજ્યશ્રીને વિનંતિ કરવા પધાર્યા હતા.
પરંતુ કુદરતે જ્યાં મારવાડની ભૂમિ નિર્માણ કરી હોય ત્યાં મુંબાઈનું કેમજ બને? મારવાડમાં પધારીને પંચતીથિ જાત્રા કરી પૂજ્યશ્રી શિવગંજ પધાર્યા. આ સમયે શ્રી પુલચંદજી કાલદિવાળાએ શ્રીકેશરીયાજીને સંઘ કાઢવાને હાઈ પૂજય ગુરૂદેવને સાથે પધારવા નિમંત્રણ કર્યું. આમંત્રણને સ્વીકાર કરી ગુરૂરાજે પોતાના પાટવી શિષ્ય મુનિરાજ શ્રી પુનમચંદ્રજીને કાલેદ્રી જવાની આજ્ઞા કરી એટલે પિતે અને શ્રી કપાચંદ્રજી બે ઠાણા કાલેદ્રી પધાર્યા. ત્યાંથી સંઘ સાથે શિવગંજ ગુરૂરાજ પાસે આવ્યા. પછી ત્યાંથી પૂજ્ય શ્રી કેશરીયાજીના સંઘમાં પધાર્યા. ઠેરઠેર ગુરૂદેવની વાણની પ્રસંશા સાંભળી
ભવી જીવો વૈરાગ્યવાહિની વાણીના ધોધમાં પાવન થવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com