Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૧૦૯ સિંહજી બહાદુર તેમજ ચુડાના ઠાકોર સાહેબને પ્રતિબધીને પૂજ્યશ્રી વઢવાણુ પધાર્યા ને સં. ૧૯૫ત્ની સાલનું ચાતુર્માસ શ્રીસંઘની વિનંતિને માન આપી પૂજ્યશ્રીએ ત્યાં માસું કર્યું. ગામેગામથી શ્રીસંઘના અગ્રેસરો પૂજ્યશ્રીને વંદનાસુખસાતાપૂછવા અર્થે ત્યાં પધાર્યા. ચાતુર્માસ પછી તેઓશ્રી પિતાના શિષ્ય પરિવાર સાથે વઢવાણ કેમ્પમાં પધારતાં ભારે સામૈયું કરવામાં આવ્યું. ઠેરઠેર ગહેલીઓ થઈ અને પૂજ્યશ્રીને મોતીડે વધાવવામાં આવ્યા. ત્યાંથી વિહાર કરી રાજપર, અંકેવાળીઆ, પેઢડા; ખેરવા, બજાણા, પાટડી અને માંડલ થઈ પૂજ્યશ્રી વીરમગામ પધાર્યા. ત્યાં સં. ૧૯૬૦ના ફાગણ વદ ૫ મે રાજશ્રીજીને ભારે ધામધૂમ અને ઉત્સવ વચ્ચે પૂજ્યશ્રીએ દીક્ષા આપી અને તે સાલનું ચાતુર્માસ લાભાનુલાભ જોઈ ત્યાં જ કરવામાં આવ્યું. આ ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીના સદુઉપદેશથી શ્રી અજિતનાથજીના દેરાસરને જિર્ણોદ્ધાર કરાવવામાં આવ્યું.
આ સમયે ત્યાં પ્લેગને ભયંકર રેગ ફાટી નીકળ્યો. પૂજ્યશ્રીને શ્રીસંઘે વિનંતિ કરી કે અપવાદના કારણે આપશ્રી આ હવામાંથી અન્ય સ્થળે પધારે. એટલે પૂજ્યશ્રી ગોલવાડી દરવાજાની બહાર નવલખાના બંગલે શેઠ સૌભાગ્યચંદ નથુભાઈ વિગેરેની વિનંતિથી ત્યાં પધાર્યા. તેઓશ્રીની સુશ્રષામાં રોકાયેલા શ્રીસંઘના ભાઈઓને જરાપણ આંચ આવી ન હતી.
આમ વીરમગામનું ચાતુર્માસ પૂર્ણ થતાં પૂજ્યશ્રી માંડલ મુકામે પધાર્યા, ત્યાં ઓચછવ-મહેચ્છવપૂર્વક સં. ૧૯૯૧ પિષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com