Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૧૧૨
સં. ૧૯૬૪ નું ચાતુર્માસ મેવાડના પાટનગર શ્રી ઉદેપુરમાં થયું. ત્યાંથી ગોલવાડની પંચતીથી કરી, પાલી થઈ પૂજ્યશ્રી જોધપુર પધાર્યા અને સં. ૧૯૬૫ નું ચાતુર્માસ શ્રીસંઘની વિનંતિથી ત્યાંજ કર્યું. અહીંથી ફલેધી જાત્રા કરી. પૂજ્યશ્રી બિકાનેર પધાર્યા ત્યાં કચ્છ મેરાઉના વેલજીભાઈને ભારે ધામધુમ-કિયાદિ મહોત્સવ વચ્ચે દીક્ષા આપવામાં આવી અને નુતન દીક્ષિતનું નામ મુનિ પ્રસાદચંદ્રજી રાખવામાં આવ્યું. તેવીજ રીતે પ્રધાનશ્રીજી અને પ્રભાશ્રીજીએ પૂજ્યશ્રીના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરતાં ચંદન શ્રીજીના શિષ્યા તરીકે બન્નેને જાહેર કરવામાં આવ્યા. આમ આ દીક્ષા મહોત્સવથી બીકાનેર અને આસપાસમાં ધર્મને વિજ્ય વજ ફરક રહ્યો તેમજ ત્યાગમાર્ગની પ્રાધાન્યતા સાબિત થઈ અને એ એકજ એવે માર્ગ છે કે જેના વડે આત્માની મુક્તિ સાધી શકાય છે એ શ્રી જિનવાણીને પ્રભાવ મહિમાવંત બન્યો.
આમ આ ઉત્સવથી પ્રફુલ્લિત બનેલ બિકાનેરના શ્રી સંઘની પૂજ્યશ્રીની વાણીને લાભ વધુ લેવાના હેતુથી કરવામાં આવેલ વિનંતિને માન આપી સં. ૧૯૬૬ નું ચાતુર્માસ ત્યાંજ નક્કી થયું. આમ મધ્યમ તેમજ લક્ષ્મીપતિએ પણ પૂજ્યશ્રીના ચરણકમળમાં પોતાની સેવા ધરીને અનુપમ હા. લેવા લાગ્યા.
આ ચાતુર્માસ દરમ્યાન ધમની અનેકવિધ પ્રભાવના થઈ હતી. ત્યાંથી શિવગંજ પધારતાં પૂજ્યશ્રી સાથે ઘણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com