Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
થયા છે. છતાં એમના સંતાનીયાએ દ્રષ્ટિરાગથી પ્રગટ મિથ્યાત્વ અંગીકાર કરીને ચોથની પુષ્ટી કરવા માટે વીરનિર્વાણથી ૬૦૫ વર્ષ પછી શાલિવાહન રાજાના સમયમાં ચોથની સંવત્સરી કરનાર બીજા કાલિકાચાર્ય થયા છે. તેમને જ ઈદ્રના પ્રશ્નના ઉત્તર આપનારા તરિકે ગોઠવી દીધા છે કે જેથી વાંચનારા ભ્રમમાં પડી જાય. પરંતુ વિચારકને મન તો સત્ય હંમેશાં સત્યરૂપે જ જણાવવાનું. આવા ભ્રમણોત્પાદક ઉલ્ટા-સુટા લખાણો લખી સ્વમતનું શાસ્ત્રોક્ત કથનથી ઉલ્ટી રીતે પિોષણ કરવા જનાર ઉઘાડા પડી ગયા વિના રહેતા નથી.
તથા “તિ ગાલિય પયને” પણ એમનાજ સંતાનીઆએ બનાવેલ છે પણ તે દશ પન્નાઓની અંદર નથી. પરંતુ બીજા સિદ્ધાંતની ગાથાઓ એકત્ર કરી રચેલ છે. તેમાં એક ગાથા લખી નાંખી છે જેને ભાવાર્થ એ છે કે – “વીર નિર્વાણ પછી ૯૪માં કાલિકસૂરિએ ભાદરવા સુદ ૪ પર્યુષણ સ્થાપ્યા-કર્યા.” વળી બીજા ગ્રંથમાં પણ નીચે મુજબ ગાથા લખેલી છે કે–ગદંભીલ રાજાના ઉચછેદક કાલિકાચા પણ થયા છે. એમ “નિશીથચૂર્ણિ” બતાવે છે.
આ રીતે એમના સંતાનીયાઓનાં વચને અજાણની માફક લખેલાં દેખાય છે. વળી લોકોને સમજાવે છે કે જે સર્વ શ્રીસંઘે મળીને ચોથની સંવત્સરી કરી છે”તે તે મહારાષ્ટ્રદેશના શાલિવાહન રાજાને આધીન એ સંઘ હતે. તે સંઘે કબુલ કરી હશે. નહિં કે બીજા સંઘએ. તથા કાલિકાચાર્યજીના સંતાનીયાએ કાલિકાચાર્યને યુગપ્રધાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com