Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
૮૬
કાંઈપણ આગ્રહ નથી. કેઈપણ જિજ્ઞાસુ પૂછે તેને શુદ્ધ ને સત્ય માર્ગ બતાવજ જોઈએ. પછી કરે ન કરો તે મરજી ઉપર છે. પણ સંસાર સમુદ્ર તરવા માટે જૈનદર્શનને મળી પાયે બોધિ-(સમકિત) હેવાથી મુમુક્ષુ આત્માઓ કારણ વશાત્ કદાચ અમલમાં મૂકી ન શકે, તે પણ તેઓ સત્યની સદહણ-શ્રદ્ધા જરૂર કરશે કારણકે “મારું તે સાચું નહિ પણ સાચુ તે મારું એ સિદ્ધાંતને તેઓ માનનારા હોય છે.
પાક્ષિક–નિર્ણય
કેટલાક કહે છે કે પાખી ચૌદસે કરવી, ત્યારે કેટલાક કહે છે કે ના, પાખી તે પુનમ-અમાસે કરવી. આને નિર્ણય તે પ્રવચન-ધર્મશાસ્ત્રથી થઈ શકે. પંદર દિવસે પક્ષપખવાડીયું કહેવાય છે તે કાળસ્વરૂપ છે. શ્રીજિનરાજે શ્રાવકને પૌષધ કરવા સારૂ પાખી ફરમાવી છે, તેમાં દિવસે ન ગણવા. પક્ષે પાખી, ચાર માસે ચામાસી અને સંવત્સરે સંવત્સરી કહેવાય. પણ પાંચ દિવસે પાખી, દશ દિવસે સંવત્સરી અને પક્ષે ચૌમાસી તે નજ કહેવાય. છતાં જેઓ દ્રષ્ટિરાગ ન મૂકશે તેઓ સત્યવચન ચૂકશે. એક તરફથી શાસ્ત્રનું નામ લેવું ને બીજી તરફથી દિવસે ગણવા એનું શું કારણ? માટે ચૌદશને પર્વતિથિ જાણું પિષધ કરો અને દિવસ ગણવાને ભ્રમ ટાળવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com